57 મુસ્લિમ દેશોના સંગઠને ફરી ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું, કાશ્મીર અંગે કરી આવી વાત

OCIએ કલમ 370 પુનઃસ્થાપિત કરવાની માંગ

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
57 મુસ્લિમ દેશોના સંગઠને ફરી ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું, કાશ્મીર અંગે કરી આવી વાત 1 - image


Islamic Organization OCI Issues Statement On Kashmir : જમ્મુ-કાશ્મીર પર ફરી એકવાર ઈસ્લામિક દેશોના સંગઠન OIC એ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનના સચિવ હિસેન બ્રાહિમ તાહાને આપેલ નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ગઈકાલે જમ્મુ અને કાશ્મીર પર ભારતના કબજાના 76 વર્ષ થયા અને OICએ આંતરરાષ્ટ્રીય સમુદાયને જમ્મુ અને કાશ્મીરના વિવાદને ઉકેલવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો હેઠળ નક્કર પગલાં લેવાનું પુનરોચ્ચાર કર્યો હતો.  ઉપરાંત તેમણે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરના લોકોના આત્મનિર્ણયના અધિકારને લઈને સંગઠન તેમની સાથે છે.

કલમ 370 પુનઃસ્થાપિત કરવાની માંગ

ઈસ્લામિક સમિટ અને OIC વિદેશ મંત્રીઓની બેઠકના નિર્ણયો અને ઠરાવોનો ઉલ્લેખ કરતા OICના સેક્રેટરીએ કહ્યું કે, ભારતને જમ્મુ અને કાશ્મીરના લોકોના મૂળભૂત માનવ અધિકારોનું સન્માન કરવું જોઈએ. ઉપરાંત, 5 ઓગસ્ટ 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં નાબૂદ કરવામાં આવેલી કલમ 370 પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી હતી.  

OIC હંમેશા ભારત વિરુધ ઝેર ઓકતું આવ્યું છે 

જો કે, આ પહેલીવાર નથી જ્યારે OICએ ભારત અને જમ્મુ-કાશ્મીરને લઈને આ પ્રકારની વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોય  અગાઉ પણ OIC ભારત વિરુદ્ધ સતત ઝેર ઓકતું રહ્યું છે. ઓક્ટોબર 2022માં પણ OICએ એક નિવેદન જારી કરીને ભારત સરકારને જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી. કાશ્મીરમાં થઈ રહેલા ડેમોગ્રાફિક ફેરફારને રોકવાની પણ માંગ કરવામાં આવી હતી. આ પહેલા પણ કાશ્મીર મુદ્દે OIC તરફથી આ પ્રકારનું નિવેદન જોવા મળ્યું છે.


Google NewsGoogle News