Get The App

પાકિસ્તાન, સાઉદી અને UAE સહિતના 25 દેશ બનાવી શકે છે 'ઈસ્લામિક નાટો'! જાણો ભારત પર થશે કેવી અસર

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News

પાકિસ્તાન, સાઉદી અને UAE સહિતના 25 દેશ બનાવી શકે છે 'ઈસ્લામિક નાટો'! જાણો ભારત પર થશે કેવી અસર 1 - image

AI Image
 

Islamic NATO: આતંકવાદ અને અન્ય પડકારોનો સામનો કરવા માટે 25થી વધુ મુસ્લિમ દેશો નાટો (NATO)ની તર્જ પર એક સંગઠન બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તેનું નામ ઈસ્લામિક નાટો (Islamic NATO) અથવા મુસ્લિમ નાટો (Muslim NATO) હોઈ શકે છે. તે નાટોની જેમ જ આતંકવાદ વિરોધી કામગીરી કરશે.

25 દેશો તેમાં સામેલ થઈ શકે છે!

અહેવાલો અનુસાર, આ જૂથના સભ્ય દેશોની સંખ્યાને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ એક અનુમાન મુજબ, એશિયા અને આફ્રિકાના 25 દેશો તેમાં સામેલ થઈ શકે છે. આ પ્રસ્તાવિત જૂથના મુખ્ય સભ્યો સાઉદી અરેબિયા, પાકિસ્તાન, તુર્કી, ઇજિપ્ત, સંયુક્ત આરબ અમીરાત, જોર્ડન, બહેરીન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને મલેશિયા હશે.

આ દેશો પણ સમર્થન આપી શકે છે

આ ઈસ્લામિક નાટોને ઘણાં ભાગીદાર દેશો પણ સમર્થન આપી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈન્ડોનેશિયા, ઈરાન, ઈરાક, ઓમાન, કતાર, કુવૈત, મોરોક્કો, અલ્જીરિયા, ટ્યુનિશિયા અને લિબિયા ઈસ્લામિક નાટોના ભાગીદાર બની શકે છે. આ સિવાય અઝરબૈજાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને બ્રુનેઈએ સહયોગી સભ્યો તરીકે તેમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: વ્હાઇટ હાઉસ મારું નહીં, તમારું જ ઘર: બાયડને ઉજવી દિવાળી, સુનિતા વિલિયમ્સના કર્યા વખાણ


આ રચના પાછળનો હેતુ શું છે?

અહેવાલો અનુસાર, નાટો જેવું સંગઠન બનાવવા પાછળનો હેતુ એ છે કે આ મુસ્લિમ દેશો સાથે મળીને આતંકવાદ વિરોધી કાર્યવાહી કરશે. તેઓ પોતપોતાની સેનાઓને આધુનિક બનાવવા માટે એકબીજાને મદદ કરશે. તેના સભ્ય દેશોની આંતરિક સ્થિરતા માટે બાહ્ય મુશ્કેલીઓ સામે લડશે.

ભારત પર તેની શું અસર થશે?

જો આપણે નાટોની જેમ ઈસ્લામિક નાટો બનવાની ભારત પરની અસર જોઈએ તો કેટલાક એવા મુદ્દા છે જે સરકારની ચિંતા વધારી શકે છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે જો ઈસ્લામિક નાટોની રચના થશે તો કાશ્મીર વિવાદ વધી શકે છે. આ જૂથ ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી શકે છે. આ જૂથની રચના સાથે, પાકિસ્તાન વધુ મજબૂત બનશે અને સરહદ પર સુરક્ષાને લઈને સમસ્યાઓ આવી શકે છે.


Google NewsGoogle News