Get The App

બ્રિટનની જેલો પર ઇસ્લામિક કટ્ટરવાદી કેદીઓનો કબજો, જેલ અધિકારીઓ પર કરે છે ક્રૂર હુમલા

Updated: Apr 20th, 2025

GS TEAM


Google News
Google News
બ્રિટનની જેલો પર ઇસ્લામિક કટ્ટરવાદી કેદીઓનો કબજો, જેલ અધિકારીઓ પર કરે છે ક્રૂર હુમલા 1 - image


Islamic Gang in London Jail News : બ્રિટનની જેલો પર ઇસ્લામિસ્ટ ગેંગનો કબજો થઇ રહ્યો છે, જેને પગલે આવી ગેંગને કાબુ કરવા માટે જેલના સુરક્ષાગાર્ડો દ્વારા તેમના પર વધુ બળ પ્રયોગ કરવો પડી રહ્યો છે. આ ઇસ્લામિસ્ટ ગેંગો અન્ય કેદીઓ પર ધર્માંતરણ માટે દબાણ કરી રહી છે. જો આ કેદીઓ ના માને તો તેમની સાથે ઇસ્લામિસ્ટ ગેંગો હુમલા કરીને પરેશાન કરે છે. સાથે જ જેલ બહાર છૂટે તો હુમલાની ધમકીઓ પણ આપી રહી છે. આ દાવો બ્રિટનના મીડિયાના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ ઇસ્લામિસ્ટ ગેંગ એટલી ખુંખાર બની ગઇ છે કે કેટલીક જેલોમાં સુરક્ષાકર્મીઓ પર જીવલેણ હુમલા કરી રહી છે.

ધ ગાર્ડીયનના રિપોર્ટ મુજબ માન્ચેસ્ટર એરેનાની જેલમાં કેદ હાશેમ આબેદીએ જેલના ત્રણ અધિકારીઓ પર ગરમ તેલ રેડી દીધુ હતું, સાથે જ જાતે બનાવેલા ચાકુથી હુમલો કર્યો હતો. જેને પગલે બે અધિકારીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. અન્ય એક રિપોર્ટ મુજબ બ્રિટનની હાઇ સિક્યોરિટી જેલો જેમ કે એચએમપી ફ્રેંકલેન્ડ, વ્હાઇટમૂર અને ફુલ સટન વગેરેમાં ઇસ્લામી જુથોએ કબજો કરી રાખ્યો છે. આ જુથને બ્રધરહૂડ નામ આપવામાં આવ્યું છે. જેમાં એક સરખી ઇસ્લામિક કટ્ટરવાદી વિચારધારાવાળા કેદીઓ એક થઇને અન્ય કેદીઓને નિશાન બનાવે છે.

આ કેદીઓને ઇસ્લામ અપનાવવા માટે દબાણ કરે છે કે બ્રેઇનવોશ કરે છે. ૨માં આતંકવાદ સંબંધી કાયદાની સ્વતંત્ર સમિક્ષા કરનારા જોનાથન હોલ કેસીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે જેલ પ્રશાસન ઇસ્લામી જુથોના પ્રભાવને લાંબા સમય સુધી ઘટાડીને દેખાડવાનો પ્રયાસ થયો છે. જેલોમાં ધાર્મિક આધાર પર આ કટ્ટરવાદીઓ સક્રિય છે. કેટલીક જેલોમાં તો શરિયા કોર્ટો પણ આ કેદીઓ ચલાવવા લાગ્યા છે. જેમાં ઇસ્લામિક કાયદાના ભંગ બદલ કોરડા મારવા જેવી સજા પણ આપે છે. ખાસ કરીને નવા અને યુવા વર્ગના કેદીઓને નિશાન બનાવવામાં આવે છે. જે કેદીઓ નબળા હોય તેના પર પ્રભાવ વધારવા પ્રયાસ થતો હોય છે. બીજી તરફ ધ ગાર્ડીયનની રિપોર્ટ મુજબ જેલ પ્રશાસન હાલ આવા ઇસ્લામિક કટ્ટરવાદી અને કાબુ બહારના કેદીઓ પર વિશેષ નજર રાખી રહ્યું છે. કેટલાક સંજોગોમાં બળપ્રયોગ પણ કરવો પડી રહ્યો છે.

Tags :