ઈસ્લામ માટે યુરોપમાં કોઈ સ્થાન નથી : અમારા મૂલ્યોથી તે ઘણું દૂર છે : ઈટાલીનાં વડાપ્રધાન

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
ઈસ્લામ માટે યુરોપમાં કોઈ સ્થાન નથી : અમારા મૂલ્યોથી તે ઘણું દૂર છે : ઈટાલીનાં વડાપ્રધાન 1 - image


- જ્યોર્જિયા, મેલોનીની કટ્ટર જમણેરી પાર્ટી 'બ્રધર્સ ઓફ ઈટાલી'ના એક સમારોહમાં હાજરી આપવા ઋષિ શુનક પણ રોમ પહોંચી ગયા

રોમ : યુરોપમાં 'ઈસ્લમાઇઝેશન-પ્રોસેસ' ચાલી રહ્યો છે, પરંતુ તે આપણી સંસ્કૃતિથી ઘણો જ જુદો છે. આપણા સમાજથી જુદો છે. ઈસ્લામ માટે યુરોપમાં કોઈ સ્થાન જ નથી. મને લાગે છે કે ઈસ્લામીક કલ્ચર અને આપણા સમાજનાં મૂલ્યો તથા તેણે સ્થાપેલા અધિકારો વચ્ચે ચાલતી સ્પર્ધા જ એક પ્રશ્નરૂપ બની રહી છે. ઈટાલીનાં વડાપ્રધાન જ્યોર્જીયા - મેલોવીએ તેમની પાર્ટી 'બ્રધર્સ ઓફ ઈટાલી'ના એક સમારોહમાં આ પ્રમાણે કહ્યું હતું.

તે સર્વવિદિત છે કે ઈટાલીમાં ચાલતા ઈસ્લામિક સેન્ટર્સને સઉદી અરેબિયા જ નાણાં પહોંચાડે છે, પરંતુ ત્યાં 'શરિયા' કાનૂન અમલી છે, તે હું નહીં ચલાવી લઉં. આ ઈસ્લમાઈઝેશન પ્રવૃત્તિ જ આપણી સમાજ રચનાથી ઘણી દૂર છે. તેમ પણ તેઓએ કહ્યું હતું.

ઈટાલીની કટ્ટર જમણેરી પાર્ટી બ્રધર્સ ઓફ ઈટાલીએ યોજેલા આ સમારોહમાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ શુનક પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ કહ્યું, 'તેઓ શરણાર્થી વ્યવસ્થામાં વિશ્વ સ્તરે આમૂલ પરિવર્તન કરવા માગે છે.' કારણ કે આ શરણાર્થીઓની વધી રહેલી સંખ્યા યુરોપને 'ડૂબાડી' દેશે. તેઓએ ચેતવણી આપતા કહ્યું હતું કે, 'જો આને હલ કરવામાં નહીં આવે તો, ખરેખર જેઓને જરૂર છે, તેઓને આપણે સહાય નહીં કરી શકીએ.' તેથી જો શરણાર્થીઓ અંગેના કાનૂનો સુધારવાની જરૂર છે અને યુદ્ધ પછી શરણાર્થીઓ માટે જે માળખું તૈયાર કરવામાં આવ્યું છે, તે આપણે ફેરવવું જ પડે.

આ વાર્ષિક સંમ્મેલનમાં બોલતા ટ ના આધિસ્થાપક એલન મસ્ક પણ ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓ વિશ્વના અગ્રણીઓને પણ મળ્યા હતા. તેઓએ કહ્યું, 'વસાહતીકરણ તે વસ્તી ઘટાડા સામેનું કોઈ સક્ષમ સાધન નથી. વાસ્તવમાં સંસ્કૃતિને તેનાં મૂલ્યો હોય છે. ઈટાલી એક સંસ્કૃતિ તરીકે વિલીન પામે તે જોવા અમે તૈયાર નથી. અમે સાંસ્કૃતિક વિશિષ્ટતા તર્કશુદ્ધ રીતે ચાલુ રહે તે જોવા અમે આતુર છીએ.' ઈટાલી તેવા દેશો પૈકીનો એક દેશ બની રહ્યો છે કે જ્યાં જન્મદર ઐતિહાસિક નવી સપાટીએ પહોંચ્યો છે.

ટૂંકમાં ઈસ્લામીકરણ સામે હવે યુરોપમાં જાગૃતિ આવી છે.


Google NewsGoogle News