બાંગ્લાદેશમાં ISKCON ના સચિવ સામે રાષ્ટ્રદ્રોહનો કેસ, રાષ્ટ્રધ્વજના અપમાનનો લાગ્યો આરોપ
Image: Facebook
Treason Charge Against Iskcon Secretary: બાંગ્લાદેશમાં ઈસ્કોન ગ્રૂપના મુખ્ય ચહેરા પૈકીના એક ચિન્મય દાસ વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. ચટગાંવ જિલ્લામાં બુધવારે સાંજે ચિન્મય દાસ બ્રહ્મચારીની સાથે 19 અન્ય હિંદુ સંગઠનના નેતાઓ અને કાર્યકર્તાઓ વિરુદ્ધ આ મામલો નોંધવામાં આવ્યો છે.
ચિન્મય દાસ પર 25 ઓક્ટોબરે ચટગાંવમાં આયોજિત એક રેલી દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. ચટગાંવ પોલીસે આરોપ લગાવ્યો છે કે પ્રદર્શન દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજની ઉપર ઈસ્કોનનો ભગવો લહેરાવ્યો.
આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. ચિન્મય દાસ બ્રહ્મચારી બાંગ્લાદેશમાં ઈસ્કોન ટ્રસ્ટના સચિવ છે અને હિંદુઓ વિરુદ્ધ થઈ રહેલા અત્યાચારો વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે સતત રેલીઓ અને પ્રદર્શનોનું આયોજન કરી રહ્યાં છે.
આ પણ વાંચો: દિવાળીએ લાહોરમાં ગ્રીન લૉકડાઉન લગાવાયું, મરિયમ નવાઝની સરકારે કેમ લીધો આ નિર્ણય?
બાંગ્લાદેશની સરકારે લીધું એક્શન
બાંગ્લાદેશની સરકારે ચિન્મય દાસ વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહ અને ષડયંત્રનો આરોપ લગાવીને કેસ નોંધ્યો છે. ચિન્મય દાસે જણાવ્યું કે રેલીના દિવસે અમુક લોકોએ ચંદ્ર-તારા વાળો ધ્વજ ફરકાવ્યો હતો, જ્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે ચંદ્ર-તારાનો ધ્વજ બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ નથી.
ચિન્મય દાસે જણાવ્યું કે 'મને એ ખબર નથી કે ધ્વજ ફરકાવનાર કોણ હતા, પરંતુ કોઈ અસામાજિક તત્વ હતા, તેમના વિના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. મારા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અવામી લીગના સમર્થક હોવું અને ભારતીય ગુપ્ત એજન્સીની સાથે મળીને બાંગ્લાદેશ વિરુદ્ધ કામ કરવાના આરોપ લગાવવામાં આવી રહ્યાં છે.'
બાંગ્લાદેશમાં હિંદુઓ નિશાને
બાંગ્લાદેશમાં થયેલા તખ્તાપલટ બાદથી ત્યાંના હિંદુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. ત્યાંની હિંદુ વસતી પર વિભિન્ન પ્રકારના હુમલા થઈ રહ્યાં છે. 28 ઓક્ટોબરે બાંગ્લાદેશના ફરીદપુર જિલ્લામાં 11 માં ધોરણના હિંદુ વિદ્યાર્થી હૃદય પાલ પર મોબ લિંચિંગનો પ્રયત્ન કરવામાં આવ્યો. તે બાદ હૃદય પાલની ધરપકડ કરી લેવાઈ. મોબ લિંચિંગનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે સેનાના જવાન હૃદય પાલની ધરપકડ કરી લેવામાં આવી રહી છે અને રસ્તા પર તેની મારપીટ કરવામાં આવી રહી છે.