Get The App

'ભગવો ન પહેરતા, તિલક ભૂસી કાઢજો, તુલસી માળા છુપાવજો..' હુમલા બાદ ISKCONની ભક્તોને સલાહ

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
'ભગવો ન પહેરતા, તિલક ભૂસી કાઢજો, તુલસી માળા છુપાવજો..' હુમલા બાદ ISKCONની ભક્તોને સલાહ 1 - image


Bangladesh Hindus Attack: 'ભગવો ન પહેરતા, તિલક ભૂસી કાઢજો, તુલસી માળા છુપાવજો અને તમારું માથું ઢાંકો...' ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ISKCON) કોલકાતાએ બાંગ્લાદેશમાં તેના સહયોગીઓ અને અનુયાયીઓને આ સલાહ આપી છે. જેથી તેઓ પડોશી દેશમાં કટ્ટરપંથીઓથી બચી શકે અને પોતાની સુરક્ષા કરી શકે. 

બાંગ્લાદેશમાં તમામ સાધુઓને ખાસ સલાહ 

ઈસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે જણાવ્યું હતું કે, 'લોકોએ મંદિર અને ઘરની અંદર તેમના ધર્મનું પાલન કરવું જોઈએ, પરંતુ બહાર જતી વખતે સાવચેત રહેવું જોઈએ. હું તમામ સાધુઓ અને સભ્યોને સલાહ આપી રહ્યો છું કે સંકટના આ સમયમાં પોતાની સુરક્ષા માટે દરેક શક્ય પ્રયાસો કરે. હું તેમને ભગવો ન પહેરતા, તિલક ભૂસી કાઢજો, તુલસી માળા છુપાવજો અને તમારું માથું ઢાંકીને રાખવાની સલાહ આપું છું.'

આ પણ વાંચો: ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ભારત-શ્રીલંકામાં 19નાં મોત, પુડ્ડુચેરીમાં વરસાદનો 30 વર્ષનો રેકોર્ડબ્રેક


અહેવાલો અનુસાર, રાધારમણ દાસે અપીલ કરી છે કે જો તમે તુલસી માળા પહેરવા માંગતા હોય તો તેને એવી રીતે પહેરો કે તે કપડાની અંદર છુપાયેલ રહે અને ગળાની આસપાસ દેખાઈ ન શકે. તમારે દરેક સંભવિત પગલાં લેવા જોઈએ જેથી કરીને તેઓ સાધુ જેવા વેશ ન દેખાય.'

હિન્દુઓ પર હુમલા વધી રહ્યા છે

બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ અને ઈસ્કોન સાધુઓ સામે હિંસાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં એક કાયદાકીય કેસમાં આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસનો બચાવ કરનારા એડવોકેટ રમણ રોય પર ક્રૂર હુમલો કરવામાં આવ્યો છે અને તેમની હાલત અત્યંત નાજુક છે. હુમલા અંગે માહિતી આપતાં, પશ્ચિમ બંગાળના કોલકાતા સ્થિત ઇસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે જણાવ્યું હતું કે, 'રમણ રોયના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી અને હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે માત્ર ભૂલ એ હતી કે કોર્ટમાં ચિન્મય કૃષ્ણ દાસનો બચાવ કર્યો હતો. આ હુમલામાં 'રમણ રોય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેઓ હાલ આઈસીયુમાં છે.'

આ પણ વાંચો: EVM સામે હવે પ્રજા જાગી! મહારાષ્ટ્રના આ ગામમાં લોકો સ્વખર્ચે આજે 'મોક મતદાન' કરશે


ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની 17 કરોડની વસ્તીમાં હિન્દુઓની સંખ્યા 8 ટકા છે. દેશના 50થી વધુ જિલ્લાઓમાં હિન્દુ લઘુમતીઓ પર 200થી વધુ હુમલા નોંધાયા છે.

જાણો શું છે મામલો

આધ્યાત્મિક ઉપદેશક ચિન્મય કૃષ્ણ દાસની 25મી ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી ત્યારથી બાંગ્લાદેશમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. ચટગાંવમાં બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજ પર ભગવો ધ્વજ ફરકાવવા બદલ તેમના પર દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમની ધરપકડ બાદ 27મી નવેમ્બરના રોજ ચટગાંવ કોર્ટ બિલ્ડીંગ વિસ્તારમાં પોલીસ અને આધ્યાત્મિક ગુરુના કથિત અનુયાયીઓ વચ્ચેની અથડામણ દરમિયાન એક વકીલનું મોત થયું હતું. 

ભારતે બાંગ્લાદેશમાં 'ઉગ્રવાદી રેટરિક, હિંસા અને ઉશ્કેરણીનાં વધતા બનાવો' પર ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે,ભારતે બાંગ્લાદેશ સરકાર સમક્ષ હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર લક્ષિત હુમલાનો મુદ્દો સતત ઊઠાવ્યો છે.'

'ભગવો ન પહેરતા, તિલક ભૂસી કાઢજો, તુલસી માળા છુપાવજો..' હુમલા બાદ ISKCONની ભક્તોને સલાહ 2 - image


Google NewsGoogle News