Get The App

‘આ પાણીની ટાંકી છે કે સેટેલાઈટ?’, પાકિસ્તાને સ્વદેશી સેટેલાઈટ લૉન્ચ કરતા સોશિયલ મીડિયામાં મજાક

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
‘આ પાણીની ટાંકી છે કે સેટેલાઈટ?’, પાકિસ્તાને સ્વદેશી સેટેલાઈટ લૉન્ચ કરતા સોશિયલ મીડિયામાં મજાક 1 - image


Pakistan launches indigenous satellite, jokes on social media : પાકિસ્તાનનો પહેલો ઉપગ્રહ ચીનથી લોન્ચ કરવામાં આવ્યો હતો. અને તેનું નામ EO-1 છે. આ સેટેલાઈટ લોન્ચિંગની તસવીર સાથે જાણીતા રાજકારણી અને નેતા શાહબાઝ શરીફે X પર એક લાંબી પોસ્ટ શેર કરી છે.  ત્યાર પછીથી જ શાહબાજ શરીફની પોસ્ટ પર પાકિસ્તાનના પહેલા સ્વદેશી ઉપગ્રહને ટ્રોલ કરવામાં આવવા લાગ્યો. યુઝર્સ તેને પાણીની ટાંકી કહીને મજાક ઉડાવી રહ્યા છે. આ ઉપરાંત તેના પર ઘણા પ્રકારના મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: શપથ ગ્રહણ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પના ડિનરમાં પહોંચ્યા મુકેશ અંબાણી અને નીતા અંબાણી, જુઓ Photos

શાહબાઝ શરીફની પોસ્ટ બની મજાક

શાહબાઝ શરીફે તેને પાકિસ્તાન માટે ગર્વની વાત ગણાવીને દેશના વિકાસ અને કૃષિ ક્ષેત્રમાં મોટી ક્રાંતિ ગણાવી હતી. આ પછી ભારતીય યુઝર્સ સિવાય પાકિસ્તાની અને અન્ય દેશોના યુઝર્સે પણ આ ઉપગ્રહની મજાક ઉડાવવાનું શરૂ કર્યું હતું. 

લોકો પાણીની ટાંકી કહી રહ્યા છે

સોશિયલ મીડિયા એપ X પર @VigilntHindutva નામના હેન્ડલે આ પોસ્ટ પર લખ્યું છે - નમસ્તે @CMShehbaz ભાઈ, મોટર બંધ કરી દો, હવે તે ભરાઈ ગઈ છે. પાણી આખા મહોલ્લા સુધી પહોંચી રહ્યું છે. તો અન્ય એક પાકિસ્તાની યુઝરે @SalmanHayat1990 એ શાહબાઝ શરીફને ભ્રષ્ટ અને પાકિસ્તાન માટે કલંક ગણાવીને ટ્રોલ કર્યા હતા. 

પાકિસ્તાની સેટેલાઈટ મીમ્સથી છલકાઈ ગયો

આ ઉપરાંત અન્ય એક યુઝરે લખ્યું છે, કે નવી પાણીની ટાંકી માટે શુભેચ્છાઓ. કેટલાક લોકો તેને બાળકની દૂધની બોટલ કહીને મજાક ઉડાવતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે સફેદ પાણીની ટાંકીનો ફોટો પોસ્ટ કરીને લખ્યું છે, કે તમે કોની પાણીની ટાંકી ચોરી છે? એક યુઝરે 5000 લિટરની સફેદ પાણીની ટાંકીનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું - સેમ ટૂ સેમ. 

આ પણ વાંચો: ગાઝામાં યુદ્ધ વિરામ લાગુ, હમાસે ઇઝરાયલને આપી બંધકોની યાદી: નેતન્યાહુની જાહેરાત


જુઓ આવા જ કેટલાક મીમ્સ 

તો કેટલાક યુઝર્સે ભારત અને પાકિસ્તાન દ્વારા પહેલીવાર સેટેલાઈટ લોન્ચના મીમ્સ પણ શેર કર્યા હતા. જેમાં ભારતમાં ISROનું લોન્ચિંગ પેડ જોવા મળી રહ્યું છે. જ્યારે પાકિસ્તાન માટે કાગળમાંથી બનાવવામાં આવેલા બાળકોના રમકડાના વિમાનનો ફોટો હતો. એક યુઝરે લખ્યું, આ લોકો કેટલા સુંદર છે કે, પાણીની ટાંકીને પણ તેઓ આકાશમાં મોકલે દે છે.




Google NewsGoogle News