શું યુએન પ્રસ્તાવ બાબતે ઇઝરાયેલ ભારતથી નારાજ છે ? નેતન્યાહુએ કરી હતી આવી ટીપ્પણી

27 સપ્ટેમ્બરે ૧૨૦ દેશોનું સમર્થન મળ્યું પરંતુ ભારત અળગું રહયું હતું.

યુધ્ધ વિરામનો મતલબ ઇઝરાયેલનું હમાસ સામેનું આત્મ સમર્પણ છે.

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
શું યુએન પ્રસ્તાવ બાબતે ઇઝરાયેલ ભારતથી નારાજ છે ?  નેતન્યાહુએ કરી હતી આવી ટીપ્પણી 1 - image


તેલ અવિવ,31 ઓકટોબર,2023,મંગળવાર 

ઇઝરાયેલ અને ભારત વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક વર્ષોથી મધૂરા સંબંધો રહયા છે. આતંકી સંગઠન હમાસે ઇઝરાયલ પર સેંકડો રોકેટ વડે હુમલો કર્યો ત્યારે ભારતે ઇઝરાયેલ પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી અને વળતી કાર્યવાહીનું સમર્થન પણ કર્યુ હતું પરંતુ ૨૭ ઓકટોબરના જ સંયુકત રાષ્ટ્ર મહાસભામાં એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો જેમાં ૧૨૦ દેશોનું સમર્થન મળ્યું પરંતુ ભારત અળગું રહયું હતું. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ ભારતના આ વલણ અંગે નારાજગી પણ દર્શાવી હતી.

તેમણે ટીપ્પણી કરી હતી કે કોઇ પણ સભ્ય દેશ જેમાં ભારત પણ સામેલ છે જે આવી બર્બરતા સહન કરી શકશે નહી. મને એ વાતનું દૂખ થયું કે અમારા કેટલાક મિત્ર દેશોએ પણ ભાર મુકયો નથી. ઇઝરાયેલમાં જે પણ થયું તેની હકીકતમાં તો આકરી ટીકા થવાની જરુર હતી. એટલું જ નહી નેતન્યાહુએ સંયુકત રાષ્ટ્રસંઘમાં લાવવામાં આવેલા પ્રસ્તાવને ગંભીર ખામી ભરેલો ગણાવ્યો હતો.

નેતન્યાહુએ બીજા વિશ્વયુધ્ધમાં અમેરિકાના પર્લ હાર્બર હુમલા અને ૨૦૦૨ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ઇઝરાયેલ કયારેય હમાસને ખતમ કર્યા વિના સહમત થશે નહી. યુધ્ધ વિરામનો મતલબ ઇઝરાયેલનું હમાસ સામેનું આત્મ સમર્પણ છે. આતંકવાદ અને બર્બરતા આચરનારા સામે આત્મ સમર્પણ કયારેય હોય નહી. બાઇબલમાં લખ્યું છે કે એ શાંતિનો સમય હોય છે અને બીજો યુધ્ધનો પણ સમય હોય છે હાલમાં યુધ્ધનો સમય ચાલી રહયો છે. 


Google NewsGoogle News