Get The App

ટ્રમ્પના એક ઈરાદાથી 20 લાખ લોકોનું ભાવિ જોખમમાં? અમેરિકાના સમર્થકો પણ નિર્ણયના વિરોધમાં

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
ટ્રમ્પના એક ઈરાદાથી 20 લાખ લોકોનું ભાવિ જોખમમાં? અમેરિકાના સમર્થકો પણ નિર્ણયના વિરોધમાં 1 - image


Donald Trump: પ્રમુખ પદના શપથ ગ્રહણ કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા પટ્ટી વિશે ઘણી વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે. તેમણે પેલેસ્ટિનિયનોને ગાઝામાંથી પલાયન કરાવવાની પણ વાત કરી છે. તેમણે ગાઝાને એક શાનદાર સ્થળ ગણાવતા કહ્યું હતું કે અહીં ઘણી સુંદર વસ્તુઓ કરી શકાય છે. 26 જાન્યુઆરીના રોજ એરફોર્સ વન પર મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, પેલેસ્ટિનિયનોને ઈજિપ્ત અને જોર્ડન મોકલી દેવા જોઈએ. તેમના આ નિવેદન બાદ 20 લાખ લોકોને ગાઝામાંથી સ્થળાંતર કરાવવા અને ગાઝાને સંપૂર્ણ અમેરિકન નિયંત્રણ હેઠળ લાવવાનું સૂચન આવ્યું છે. હવે ટ્રમ્પના આ એક નિર્ણયથી 20 લાખ લોકોનું ભાવિ જોખમમાં મૂકાઈ શકે છે. 

ટ્રમ્પે ગાજા પર પોતાનો પ્રસ્તાવ કેમ આપ્યો

ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાદા સમજવા ઘણીવાર મુશ્કેલ હોય છે. પોતાના અણધાર્યા અભિગમ માટે જાણીતા ટ્રમ્પનું માનવું છે કે, હું કોઈપણ પ્રકારની વાતચીતમાં મોલ-ભાવનો માસ્ટર છું. તેમનો પ્રારંભિક બિંદુ શું છે અને તેમની અંતિમ યોજના શું હોઈ શકે છે તે વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની જાય છે. કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે, આ પ્રસ્તાવ ઈઝરાયલના કટ્ટરપંથીઓને ખુશ કરવા માટે હતી, જેઓ લાંબા સમયથી ગાઝામાં ગેરકાયદેસર વસાહતો બનાવવાની મંજૂરી આપવામાં માનતા હતા. બીજી તરફ કેટલાક લોકો તેને ગાઝાના પુનર્નિર્માણ માટે આરબ દેશોમાંથી ભંડોળ એકત્ર કરવા માટે એક વ્યૂહાત્મક પગલું માને છે. તો ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વોલ્ટ્ઝે તેને મોટા પ્રાદેશિક ઉકેલનો ભાગ ગણાવ્યો છે. 

ગાઝા પર અમેરિકન નિયંત્રણનો વિચાર કેટલો વ્યવહારીક

ટ્રમ્પનો વિચાર એ છે કે અમેરિકા ગાઝા પર નિયંત્રણ સ્થાપિત કરશે અને ત્યાંથી 20 લાખ લોકોને હાંકી કાઢીને તેમને અન્ય દેશોમાં મોકલી દેશે. આમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ વિચાર વ્યવહારીક રીતે તો અશક્ય છે જ, પરંતુ પેલેસ્ટિનિયનો માટે ખૂબ જ દુઃખદાયક પણ છે.

આ પણ વાંચો: ગાઝાનો કબજો મેળવી તેના વિકાસ, પુનઃનિર્માણ માટે અમેરિકા તૈયાર

ગાઝામાં રહેતા લોકો કોઈપણ પ્રકારના વિસ્થાપન સામે બળવો કરશે. આ ન માત્ર પેલેસ્ટિનિયનોની ઓળખ અને અધિકારોની વિરુદ્ધ છે, પરંતુ તે પ્રાદેશિક સંઘર્ષને પણ વધારી શકે છે. આ ઉપરાંત રિપબ્લિકન પાર્ટીના ઘણા સભ્યોએ ગાઝામાં અમેરિકન સૈનિકો તહેનાત કરવાના વિચાર પર પણ શંકા વ્યક્ત કરી છે. તેમણે આ પગલાનો વિરોધ કર્યો છે.

અમેરિકાના સમર્થકોનું શું સ્ટેન્ડ છે?

ટ્રમ્પના ગાઝા પ્રસ્તાવને ઘણા મુખ્ય આરબ દેશોએ તરત જ નકારી કાઢ્યો છે. સાઉદી અરબ, જોર્ડન અને ઈજિપ્તે આ વિચારનો વિરોધ કરતા સ્પષ્ટ કહ્યું છે કે, આ તેમના સમર્થન વિના શક્ય નથી. સાઉદી અરબે મધ્યરાત્રિએ આ નિવેદન જારી કર્યું. તેમણે એવું બતાવવાનો પ્રયાસ કર્યો છે કે, તેઓ ટ્રમ્પના પ્રસ્તાવની વિરુદ્ધ  સંપૂર્ણપણે ઊભા છે.

જોકે, કેટલાક લોકોનું માનવું છે કે રબ દેશો આખરે ટ્રમ્પના દબાણ સામે ઝૂકી શકે છે. છતાં આ પ્રસ્તાવનો તેમનો સખત વિરોધ તેને સંપૂર્ણપણે અશક્ય બનાવી દે છે. જો અમેરિકા એકપક્ષીય કાર્યવાહી કરે તો તે તેની પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સ્થિતિને ગંભીર નુકસાન પહોંચી શકે છે.

શું છે ટ્રમ્પનો ઈરાદો?

ટ્રમ્પના પહેલા નિવેદનમાં ગાઝાને એક શાનદાર સ્થળ ગણાવવામાં આવ્યું હતું. તેમના જમાઈ જેરેડ કુશનર પણ આવું જ વિચારે છે. તેમણે અગાઉ કહ્યું હતું કે, ગાઝાના દરિયાકાંઠાના વિસ્તારમાં મોટી સંભાવનાઓ છે. જો પેલેસ્ટિનિયનોને દૂર કરવામાં આવે તો આ એક સુંદર સ્થળ સાબિત થઈ શકે છે. જોકે, ટીકાકારોનું કહેવું છે કે આ વિચાર સંપૂર્ણપણે અવ્યવહારુ છે અને પેલેસ્ટિનિયનોના ઈતિહાસ અને સંસ્કૃતિને અવગણે છે.

શું ટ્રમ્પનો પ્રસ્તાવ નેતન્યાહૂની યોજનાનો હિસ્સો છે?

એ સત્ય છે કે, ઈઝરાયલ ઘણીવાર ગાઝામાં હમાસના સંપૂર્ણ ખાતમાની વાત કરે છે. વિશ્લેષકોનું માનવું છે કે ઈઝરાયલના વાસ્તવિક લક્ષ્ય કંઈક બીજું છે. ઘણા લોકો માને છે કે ગાઝામાંથી પેલેસ્ટિનિયનોને હાંકી કાઢવાનો ટ્રમ્પનો પ્રસ્તાવ ઈઝરાયલની લાંબા ગાળાની યોજના સાથે મેળ ખાય છે, જેમાં ગાઝામાંથી પેલેસ્ટિનિયનોને હાંકી કાઢવા અને પ્રાદેશિક વિસ્તરણ સામેલ છે. જોકે, કેટલાક નિષ્ણાતો માને છે કે ટ્રમ્પની યોજના દ્વારા ઈઝરાયલ સંઘર્ષનો અંત લાવવાને બદલે માત્ર ગાઝાને ખાલી કરાવવા માગે છે, કારણ કે હમાસ અને પેલેસ્ટિનિયનોની પ્રતિરોધની ભાવના હજુ પણ મજબૂત છે.


Google NewsGoogle News