Get The App

ઈરાક: ધર્મગુરુ મુક્તદા અલ-સદ્રના રાજકારણ છોડવાના એલાન બાદ હિંસા, 20ના મોત

Updated: Aug 30th, 2022


Google NewsGoogle News
ઈરાક: ધર્મગુરુ મુક્તદા અલ-સદ્રના રાજકારણ છોડવાના એલાન બાદ હિંસા, 20ના મોત 1 - image


બગદાદ, તા. 30 ઓગસ્ટ 2022 મંગળવાર

ઈરાકના પ્રભાવશાળી શિયા મૌલવી મુક્તદા અલ-સદ્રએ સોમવારે રાજકારણ છોડવાનુ એલાન કરી દીધુ જે બાદ દેશમાં હિંસા ભડકી. બગદાદમાં અલ-સદ્રના સમર્થકો અને સેના વચ્ચે અથડામણ થઈ રહી છે.

અથડામણના કારણે મૃતકાંક 20 સુધી પહોંચી ગયો છે. એક ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 300થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ધર્મગુરુના એલાન બાદ હજારો સમર્થકોએ સોમવારે ઈરાકના રાષ્ટ્રપતિ ભવન પર હોબાળો મચાવ્યો છે.

દરમિયાન મુક્તદા અલ સદ્રએ પ્રદર્શનકારીઓની હિંસા અને હથિયારોનો ઉપયોગ બંધ થાય ત્યાં સુધી ભૂખ હડતાળની જાહેરાત કરી. 

ઈરાક: ધર્મગુરુ મુક્તદા અલ-સદ્રના રાજકારણ છોડવાના એલાન બાદ હિંસા, 20ના મોત 2 - image

શિયા ધર્મગુરુનુ રાજકારણ છોડવાનુ કારણ અને તે બાદ ઈરાકમાં ઉભી થયેલી પરિસ્થિતિ મુદ્દે 10 મહત્વની વાતો...

1. ઈરાકના મુક્તદા અલ-સદ્રએ હિંસા અને હથિયારોનો ઉપયોગ બંધ થાય ત્યાં સુધી ભૂખ હડતાળની જાહેરાત કરી છે.

2. શિયા મૌલવી મુક્તદા અલ-સદ્રએ રાજકારણ છોડવાની જાહેરાત કરી જે બાદ અલ-સદ્રના સમર્થકોએ મૌલવીના સમર્થનમાં રાષ્ટ્રપતિ ભવન પર હોબાળો મચાવ્યો. સ્થિતિને જોતા રાષ્ટ્રપતિ ભવનમાં સેનાની તૈનાતી કરવામાં આવી છે. 

3. તબીબી અધિકારીઓએ કહ્યુ કે શિયા ધર્મગુરુની જાહેરાત બાદ વિરોધ પ્રદર્શન દરમિયાન રમખાણ વિરોધી પોલીસ દ્વારા કરવામાં આવેલી ફાયરીંગમાં 15 પ્રદર્શનકારી ઈજાગ્રસ્ત થઈ ગયા.

4. ઈરાકની સેનાએ વધતા તણાવને શાંત કરવા અને અથડામણની આશંકાને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે સોમવારે શહેરમાં કર્ફ્યુની જાહેરાત કરી દીધી. 

5. એક નિવેદન અનુસાર સેનાએ ધર્મગુરુના સમર્થકોને ચુસ્ત સુરક્ષાવાળા સરકારી વિસ્તારમાંથી તાત્કાલિક હટવા અને સંઘર્ષ રોકવા માટે આત્મ સંયમનુ પાલન કરવાનુ આહ્વાન કર્યુ. 

6. ઈરાકની સરકારમાં તણાવ ત્યારથી આવ્યો છે જ્યારે ધર્મગુરુ મુક્તદા અલ-સદ્રની પાર્ટીએ ઓક્ટોબરની સંસદીય ચૂંટણીમાં સૌથી વધારે બેઠકો જીતી હતી પરંતુ તેઓ બહુમત સુધી પહોંચી શક્યા નહોતા. તેમણે સામાન્ય સંમતિવાળી સરકાર બનાવવા માટે ઈરાન સમર્થિત શિયા પ્રતિદ્વંદીઓની સાથે વાતચીત કરવાનો ઈનકાર કરી દીધો હતો.

7. અલ-સદ્રના સમર્થક જુલાઈમાં પ્રતિદ્વંદીઓને સરકાર બનાવવાથી રોકવા માટે સંસદમાં ઘૂસી ગયા અને ચાર સપ્તાહ કરતા વધારે સમયથી ધરણા પર બેસ્યા છે. તેમના જૂથે સંસદમાંથી રાજીનામુ પણ આપી દીધુ છે. 

8. જોકે આ પહેલીવાર નથી જ્યારે અલ-સદ્રએ સંન્યાસની જાહેરાત કરી હોય અગાઉ પણ તેઓ આવી જાહેરાત કરી ચૂક્યા છે. અમુક લોકોએ અલ-સદરના આ પગલાને વર્તમાન પરિસ્થિતિ વચ્ચે પ્રતિદ્વંદીઓ વિરુદ્ધ આગળ વધવાનો વધુ એક પ્રયાસ કર્યો. જોકે અમુકે એ આશંકા વ્યક્ત કરી છે કે આ વખતે તેમના આ પગલાથી દેશની સ્થિતિ વધુ બગડી શકે છે, જે પહેલેથી જ ખરાબ છે.

9. ઉલ્લેખનીય છે કે ધર્મગુરુ અલ-સદ્રએ એક ટ્વીટમાં રાજકારણમાંથી દૂર થવાનુ એલાન કર્યુ હતુ અને પોતાની પાર્ટી કાર્યાલયોને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. ઈરાકના કાર્યવાહક વડાપ્રધાન મુસ્તફા અલ-કદીમીએ માગ કરી કે અલ-સદ્ર પોતાના સમર્થકો સાથે સરકારી સંસ્થાઓથી હટવાનુ આહ્વાન કરે. તેમણે કેબિનેટની બેઠકો સ્થગિત કરવાની પણ જાહેરાત કરી.

10. સંયુક્ત રાષ્ટ્રએ ઈરાકના પ્રમુખને તમામ દળો પરથી પોતાના મતભેદોથી ઉપર ઉઠી સ્થિતિને સંભાળવાનો આગ્રહ કર્યો છે. 

ઈરાક: ધર્મગુરુ મુક્તદા અલ-સદ્રના રાજકારણ છોડવાના એલાન બાદ હિંસા, 20ના મોત 3 - image


Google NewsGoogle News