ઇરાનના સુપ્રિમ લિડર બોલ્યા - હમાસના હુમલાનું ગૌરવ પરંતુ અમારી કોઇ જ સંડોવણી નથી

અમેરિકાને શંકા છે કે ઇઝરાયેલ પરના હમાસ હુમલામાં ઇરાનની સંડોવણી

હુમલાને ઇઝરાયેલની આર્મી અને જાસુસી સંસ્થાના હાર સમાન ગણાવ્યા

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
ઇરાનના સુપ્રિમ લિડર બોલ્યા - હમાસના હુમલાનું  ગૌરવ પરંતુ અમારી કોઇ જ સંડોવણી નથી 1 - image


તહેરાન,૧૦ ઓકટોબર,૨૦૨૩,મંગળવાર 

આરબ દેશોની વચ્ચે ઘેરાયલા ઇઝરાયેલને ઇરાન સાથે પણ હંમેશા તંગ રહયા છે. ઇરાનના સર્વોચ્ચ નેતા આયોતોલ્લાહ ખોમેનીએ હમાસના હુમલાને ઇઝરાયેલની આર્મી અને જાસુસી સંસ્થાના હાર સમાન ગણાવ્યા હતા. આ એક એવી ખોટ છે જેને ભરપાઇ કરી શકાય તેમ નથી. એક અંગ્રેજી સમાચારપત્રમાં પ્રકાશિત વિગતો મુજબ ખોમેનીએ હમાસના હુમલા પછી પેલેસ્ટાઇનીઓ પર ગૌરવ હોવાનું જણાવીને સમર્થન કર્યુ છે. જોકે આયોતોલ્લાહે હમાસના ઇઝરાયેલ પરના હુમલામાં પોતાની કોઇ પણ પ્રકારની સંડોવણી હોવાનો ઇન્કાર કર્યો હતો. 

હુમલા પછી ઇરાનના સુપ્રિમ લિડરે ટેલિવિઝન પર પ્રસારિત ભાષણમાં જાયોની શાસન પર હુમલો કરવાની યોજના બનાવનારા હાથોેને ચુમવાનું પસંદ કરુ છુ એવું નિવેદન પણ કર્યુ હતું.  અમેરિકાના ટોચના અધિકારીઓએ હમાસ હુમલા સાથે ઇરાનને જોડયું હતું પરંતુ કોઇ પણ સંઘર્ષ વધારવાના પક્ષમાં નથી. વ્હાઇટ હાઉસ દ્વારા ઇરાનને સંડોવણીનો આરોપ મુકવામાં આવ્યો હતો પરંતુ પેલેસ્ટાઇની ઇસ્લામી સમૂહ હમાસના હુમલામાં આને લગતા પુરાવા મળ્યા નથી. નિષ્ણાતોનું માનવું છે કે ઇરાનની સીધી સંડોવણીના પુરાવા બહાર આવશે તો મધ્યપૂર્વમાં અશાંતિનો મોટો ભડકો થાય તેવી શકયતા છે. 

ઇતિહાસ સાક્ષી છે કે ઇરાનની પ્રવૃતિઓ હંમેશા ઇઝરાયેલ વિરુધની રહી છે. ૨૦૦૬માં ઇરાન સમર્થિત હિજબુલ્લાહ આતંકી સંગઠને ઇઝરાયેલ સામે લડાઇ લડી હતી. મધ્યપૂર્વમાં કેટલાક ઇસ્લામિક ધાર્મિક સંગઠનો પર શિયા પંથી ઇરાન પકકડ ધરાવે છે. તાજેતરમાં હમાસના હુમલા પછી લેબનોન સરહદે હિજબુલ્લાહે પણ ઇઝરાયેલ પર વાર કર્યો છે. ઇઝરાયેલે વળતી કાર્યવાહી કરીને હિજબુલ્લાહના ૩ આતંકીઓને ઠાર માર્યા હતા. પેલેસ્ટાઇન અને ગાજામાં હમાસ અને લેબનોન ઇજિપ્ત સરહદે હિજબુલ્લાહ એમ બે મોરચે ઇઝરાયેલ લડાઇ લડી રહયું છે.


Google NewsGoogle News