ઇરાનની નરગિસ મોહમ્મદી 51 વર્ષની ઉંમર અને 31 વર્ષની જેલ, શાંતિનું નોબેલ પુરસ્કાર મેળવી દુનિયાનું ધ્યાન ખેંચ્યું

નરગિસ ડિફેન્ડર ઓફ હ્યુમન રાઇટસ સેન્ટરની ઉપ પ્રમુખ છે.

૧૫૪ કોડા મારવાની સજાનો પણ સામનો કરવો પડયો હતો.

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
ઇરાનની નરગિસ મોહમ્મદી 51 વર્ષની ઉંમર અને 31 વર્ષની જેલ,  શાંતિનું નોબેલ પુરસ્કાર મેળવી દુનિયાનું ધ્યાન ખેંચ્યું 1 - image


સ્ટોકહોમ,6 ઓકટોબર,2023,શુક્રવાર 

જેલમાં બંધ ઇરાનની માનવાધિકાર કાર્યકર્તા નરગિસ મોહમ્મદીને ૨૦૨૩નો નોબેલ પુરસ્કાર જાહેર થયો છે. દેશમાં મહિલાઓ ના ઉત્પીડન વિરુધ અવાજ ઉઠાવીને માનવ અધિકારો માટે તેમને ઇરાનમાં રહીને ખૂબ લાંબો સંઘર્ષ કર્યો છે. ઇરાનમાં નરગિસની ૧૩ વાર ધરપકડ થઇ, જુદા જુદા ૫ કેસોમાં જેલની સજા અને કુલ ૩૧ વર્ષની જેલની સજા થઇ છે. એક કેસમાં મહિલા હોવા છતાં ૧૫૪ કોડા મારવાની સજાનો સામનો કરવો પડયો હતો. 

નરગિસ મોહમ્મદીને પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવતા માનવ અધિકાર માટે કામ કરતી મહિલાઓને નવું જ બળ મળ્યું છે. ઇરાનની નરગિસ ડિફેન્ડર ઓફ હ્યુમન રાઇટસ સેન્ટરની ઉપ પ્રમુખ છે. નરગિસને આ પુરસ્કાર ઇરાનમાં મહિલાઓના હકક અને માનવાધિકારની સુરક્ષાના પ્રયાસો બદલ મળ્યો છે. ઉલ્લખનિય છે કે નરગિસ ડિફેંડર ઓફ હ્યુમન રાઇટસ સેન્ટર સાથે સંકળાયેલી છે તેની સ્થાપના કરનાર શિરીન એબાદીને પણ નોબેલ પુરસ્કાર મળી ચુકયો છે. 

ઇરાનની નરગિસ મોહમ્મદી 51 વર્ષની ઉંમર અને 31 વર્ષની જેલ,  શાંતિનું નોબેલ પુરસ્કાર મેળવી દુનિયાનું ધ્યાન ખેંચ્યું 2 - image

2003માં, તે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા શિરીન એબાદીની આગેવાની હેઠળના માનવ અધિકાર સંસ્થાનમાં જોડાઇ હતી. ૨૦૨૨માં નોબેલ શાંતિ પુરસ્કાર બેલારુસના માનવાધિકાર અધિવકતા એલેસ બાયલિયાત્સ્કી, રશિયન માનવાધિકાર સંગઠન મેમોરિયલ અને યુક્રેની માનવાધિકાર સંગઠન સેન્ટર ફોર સિવિલ લિબર્ટિઝને મળ્યો હતો. 

વિકીપિડિયા અનુસાર મોહમ્મદીનો જન્મ 21 એપ્રિલ 1972ના રોજ ઝાંજાન, ઈરાનમાં થયો હતો. તેણીનીએ ઇમામ ખોમેની ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રમાં ડિગ્રી મેળવી હતી. યુનિવર્સિટી કારકિર્દી દરમિયાન, તેણીએ વિદ્યાર્થી અખબારમાં મહિલાઓના અધિકારોને સમર્થન આપતા લેખો લખ્યા હતા.મોહમ્મદીએ ઘણા સુધારાવાદી અખબારો માટે પત્રકાર તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું અને ધ રિફોર્મ્સ, ધ સ્ટ્રેટેજી એન્ડ ધ ટેક્ટિક્સ નામના રાજકીય નિબંધોનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું.

 1999માં, તેણીએ સાથી સુધારા તરફી પત્રકાર તાગી રહેમાની સાથે લગ્ન કર્યા હતા.  જે થોડા સમય પછી પ્રથમ વખત ધરપકડ કરવામાં આવી હતી.  કુલ 14 વર્ષની જેલની સજા ભોગવ્યા બાદ રહેમાની 2012માં ફ્રાન્સ ગયા, પરંતુ મોહમ્મદીએ તેના માનવાધિકારનું કાર્ય ચાલુ રાખ્યું હતું. મોહમ્મદી અને રહેમાની બે જોડિયા બાળકોની માતા છે. 



Google NewsGoogle News