Get The App

ઈરાનના નેતા કોમામાં છે : રીપોર્ટ તેમની ઓફિસ સાજા હોવાના ફોટા દર્શાવે છે

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
ઈરાનના નેતા કોમામાં છે : રીપોર્ટ તેમની ઓફિસ સાજા હોવાના ફોટા દર્શાવે છે 1 - image


- ખામેનીએ તેમના પુત્ર મોજતબાને 'વારસ' નિયુક્ત કર્યો

- દરેક ટોચના નેતાઓની માંદગી કે નિધનની જાહેરાત તુર્ત કરાતી નથી : બધુ ગોઠવાઈ જાય પછી જ જાહેરાત કરાય છે

નવી દિલ્હી : અનેકવિધ મીડીયા રીપોર્ટસ જણાવે છે કે ઈરાનના સર્વેસર્વા બની રહેલા નેતા આયાતોલ્લાહ અલી ખામેની અત્યારે 'કોમા'માં છે. તેઓની તબીયત ગંભીર બનતાં તેઓએ તેમના 'વારસ' તરીકે પોતાના પુત્ર મોજતબા ખામેનીને જાહેર કરી દીધા હતા. આ તેઓનું શુદ્ધિ દરમિયાનનું છેલ્લું કામ બની રહ્યું હતું.

બીજી તરફ ઈરાનના મિડીયાએ જાહેર કર્યું હતું કે તેઓ સ્વસ્થ છે.

ખામેનીની ઓફીસે તેઓ લેબેનોન સ્થિત ઈરાનના રાજદૂત સાથે વાતચીત કરતો ફોટો પ્લેટફોર્મ ટ ઉપર વહેતો મુક્યો હતો. તે દ્વારા તેવું દર્શાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ખામેની સંપૂર્ણ રીતે સાજા-સમા છે.

મોજતખા ખામેનીએ 'ટ' ઉપર કરેલા પોસ્ટમાં લખ્યું હતું કે, 'આયાતોલાહ ખામેની આજે (રવિવારે) મને મળ્યા હતા અને લેબેનોનની પરિસ્થિતિ વિષે વાતચીત પણ કરી હતી.'

ઉલ્લેખનીય છે કે દરેક દેશના ટોચના નેતાઓની માંદગી કે નિધનના સમાચારો તુર્તજ પ્રસિદ્ધ કરાતા નથી. દેશમાં બધું બરોબર ગોઠવાઈ જાય પછી જ તે વિષે જાહેરાત કરાતી હોય છે. આ સેંકડો વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે.

નિરીક્ષકો આ સાથે વહેતા થયેલા તે અહેવાલો પ્રત્યે પણ ધ્યાન દોરે છે કે આયાતોલ્લાહ અલિ ખામેનીએ તેમના પુત્ર મોજતબા ખામેનીને પોતાની તંદુરસ્તી લથડતા જ પોતાના વારસ તરીકે જાહેર કરી દીધા હતા, તે થોડામાં ઘણું કહી જાય છે. લેબેનોન સ્થિત ઈરાનના રાજદૂતે પણ પરિસ્થિતિની ગંભીરતા જાણી પહેલાનો વિડીયો પણ વહેતો મુક્યો હશે જેમાં તેઓ ખામેની સાથે વાત કરતા દેખાય છે.


Google NewsGoogle News