Get The App

ઈરાનનો હિજાબ વિરોધ તુર્કી પહોંચ્યો ગાયિકાએ સ્ટેજ પર પોતાના વાળ કાપ્યા

Updated: Sep 28th, 2022

GS TEAM


Google News
Google News
ઈરાનનો હિજાબ વિરોધ તુર્કી પહોંચ્યો  ગાયિકાએ સ્ટેજ પર પોતાના વાળ કાપ્યા 1 - image


- મેલેક મોસોનો વીડિયો વાયરલ થયો

ઈરાનમાં હિજાબની વિરૂદ્ધ થઈ રહેલા પ્રદશનોની અસર મુસ્લિમ દેશ તુર્કી સુધી પહોંચી છે. તુર્કીની મહિલા ગીતકાર મેલેક મોસોએ હિજાબની વિરૂદ્ધ થઈ રહેલા પ્રદશનોને પોતાનું સમર્થન આપતા સ્ટેજ પર પોતાના વાળ કાપી નાખ્યા હતાં. મેલેકનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઈરાનના પ્રદશનકારીઓને સમર્થન કરવા બદલ લોકો તેના વખાણ કરી રહ્યા છે.  

તુર્કીના ઈસ્તાંબુલ શહેરમાં પોતાના કાર્યક્રમને શરૂ કરતા પહેલા  મેલેક મોસોએ પહેલા કાતર કાઢી હતી અને તાળીઓના ગડગડાટ વચ્ચે પોતાના વાળ કાપી નાખ્યા હતાં. ૩૩ વર્ષીય ગાયકે વાળ કાપીને જણાવ્યું કે, કોઈપણ આપણી આઝાદી કે આપણા ગીતોને આપણાથી છીનવી શકે નહીં. તેણે આ કદમ એવા સમયે લીધુ છે કે જયારે તુર્કીેમાં પણ કટ્ટરતાના મામલા વધી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં ૨૨ વર્ષીય મહસા અમીનીની પોલીસ કસ્ટડીમાં થયેલી મોત પછી પૂરા દેશમાં વિરોધ પ્રર્દશન થઈ રહ્યાં છે. 

Tags :