'Satanic Verses' : સલમાન રશ્દી માટે ઈરાનનો મોતનો ફતવો
ન્યૂયોર્ક, તા. 13 ઓગસ્ટ 2022 શનિવાર
1988માં આવેલી રશ્દીની ચોથી નવલકથા 'સેતાનિક વર્સિઝ' સૌથી વધુ વિવાદિત રહી છે. તે નવલકથાએ વિશ્વભરમાં હોબાળો મચાવ્યો હતો. તે પુસ્તકના કારણે રશ્દીને હત્યાની ધમકીઓ અપાઈ રહી હતી, તેમને મારી નાખવાનો ફતવો બહાર પડ્યો હતો. તેઓ સતત પોતાનો જીવ બચાવવા સંતાઈ રહ્યા હતા અને બ્રિટિશ સરકારે તેમને સુરક્ષા પૂરી પાડી હતી.
સલમાન રશ્દી અડધી ખુલ્લી આંખોવાળા લેખક છે, જે અડધી ઊંઘમાં દુનિયાને જોતા હોય તેવુ લાગે. સલમાન રશ્દીના કિસ્સા તો ખૂબ સારા છે પરંતુ પત્રકાર તેઓ અસાધારણ છે.
આધુનિક ભારતીય ઈતિહાસનુ દારૂણ વૃતાંત 'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' પહેલા જ આવી ચૂક્યુ હતુ. વર્ષ 1988માં 'સેતાનિક વર્સિઝ' પર ફતવો જારી થયો. આ ફતવાબાજી પણ વિચિત્ર હતી. તેનાથી વિચિત્ર હતુ જંગલની આગની જેમ તેનુ ઈરાનથી નીકળીને ભારત સહિત એશિયા અને આફ્રિકાના કુલ 13 દેશોમાં ફેલાઈ જવુ.
આ પણ વાંચો: હુમલા બાદ 'Satanic Verses'ના લેખક સલમાન રશ્દી એક આંખ ગુમાવી દે તેવી શક્યતા
ઈરાન અને ઈરાકની આઠ વર્ષ લાંબી લડત 1988માં પૂરી થઈ હતી. આ સર્વનાશી યુદ્ધ અને તેના પહેલા ઈસ્લામી ક્રાંતિમાં ઈરાનના લગભગ દરેક ઘરમાંથી એક-બે જણ માર્યા ગયા હતા. આર્થિક દુર્દશામાં લોકોનુ દુખ દિવસેને દિવસે વધતુ જઈ રહ્યુ હતુ.
અયાતુલ્લા ખુમૈનીને પોતાના થાકેલા રાષ્ટ્રમાં ઉત્સાહની લહેર પેદા કરવા માટે એક સારુ બહાનુ 'સેતાનિક વર્સિઝ'ના રૂપે મળ્યુ. આ પહેલા રશ્દીના ઉપન્યાસ 'શેમ' નુ ફારસી અનુવાદ ખૂબ વેચાયુ હતુ. સારા પુસ્તકો વાંચવા, સારી ફિલ્મો જોવાની સંસ્કૃતિ ઈરાનમાં હંમેશાથી જ રહી છે. સેતાનિક વર્સિઝને લઈને પણ ત્યાં શ્રેષ્ઠ માહોલ હતો પરંતુ અધવચ્ચે બધુ પડી ભાંગ્યુ.
આ કોઈ ધાર્મિક વિમર્શવાળુ ઉપન્યાસ નથી. મુંબઈ ફિલ્મોમાં હિંદુ ધાર્મિક પાત્ર નિભાવનારા સુપરસ્ટાર જિબરીલ ફરિશ્તા અને પોતાની દેશી ઓળખથી બચનાર વોયસઓવર આર્ટિસ્ટ સલાદીન ચમચા મુંબઈથી લંડનના રસ્તે છે. વચ્ચે જ જહાજમાં વિસ્ફોટ થાય છે. બંને જીવિત બચી જાય છે પરંતુ તેમના જીવન બદલાઈ જાય છે.
મોહમ્મદ સાહેબના જીવન સાથે જોડાયેલા અમુક પ્રસંગ ગાંડપણ તરફ જઈ રહેલા જિબરીલના સપનામાં આવે છે પરંતુ મુસ્લિમ ધર્માચાર્યોએ કંઈક એવો માહોલ બનાવ્યો જેવો કે રશ્દી ઈસ્લામને નષ્ટ કરનાર પશ્ચિમી એજન્ટ હોય.
આ પણ વાંચો: રશ્દીના 'વ્હાઈટ બ્રેડ પુરસ્કાર' વિજેતા પુસ્તક પર રાજીવ ગાંધી સરકારે મુક્યો હતો પ્રતિબંધ
પૂર્વ સાથેનુ આત્મિક જોડાણ તૂટી ગયુ
સેતાનિક વર્સિઝ એક લાજવાબ ફિક્શન છે. પૂર્વ અને પશ્ચિમની સાંસ્કૃતિક અથડામણ પોતાના સર્વશ્રેષ્ઠ રૂપમાં તુર્કીના ઉપન્યાસકાર ઓરહાન પામુકની રચનાઓમાં જોવા મળે છે. પરંતુ તેમના કિસ્સા તે સમયના છે જ્યારે બંને સમાજોમાં ટેકનોલોજી અને સમૃદ્ધિ વચ્ચે વધારે અંતર નહોતુ.
સલમાન રશ્દીએ આજની વાર્તાઓ લખી છે. જ્યારે પૂર્વનો મનુષ્ય મજબૂર થઈને પશ્ચિમમાં ભાગે છે. વાનરોની જેમ દરેક વાતમાં તેમનુ અનુકરણ કરીને અપમાનિત થાય છે અને થોડી પણ સંવેદના તેની અંદર બચી હોય તો મનમાં જ પોતાનો એક પ્રતિ-સંસાર રચે છે. ખુમૈની તરફથી પોતાની ઉપર લાખો ડોલરનુ ઈનામ રાખી દીધા બાદ ઉચ્ચ સ્તરે રશ્દીનુ કંઈ બગાડી શક્યા નહીં પરંતુ તે સમયના અર્ધ-ભૂમિગત જીવને પૂર્વ સાથે તેમના આત્મિક જોડાણને તોડી દીધુ.
તેમની શ્રેષ્ઠ કૃતિ 'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો કોઈ વાચક જ્યારે પણ વાંચશો તો તેને લાગશે કે ખુમૈનીની મહેરબાનીથી પોતાની તહઝીબ અને તારીખનો કેટલો મોટો ખજાનો આપણે ગુમાવ્યો છે.
આ પણ વાંચો: ન્યૂયોર્કમાં ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો