'ઈઝરાયલ એટેક બંધ કરે, નહીંતર અમે પણ યુદ્ધમાં જોડાશું..' વધતાં સંઘર્ષ વચ્ચે ઈરાનની ખુલ્લી ચેતવણી

ઈઝરાયલ સામે હાલ સીરિયા, પેલેસ્ટાઈનનું હમાસ સંગઠન અને હિઝબુલ્લાહ પડકાર

ઈરાન યુદ્ધમાં જોડાશે તો ઈઝરાયલે ચાર મોરચે યુદ્ધ કરવું પડશે, જે તેને ભારે પડી શકે

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
'ઈઝરાયલ એટેક બંધ કરે, નહીંતર અમે પણ યુદ્ધમાં જોડાશું..' વધતાં સંઘર્ષ વચ્ચે ઈરાનની ખુલ્લી ચેતવણી 1 - image

Israel vs Palestine War | હમાસ અને ઈઝરાયેલ (Israel vs Hamas War) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાને ખુલ્લી ચેતવણી આપી છે. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઈઝરાયેલને અંગત સંદેશ મોકલ્યો છે કે જો ઈઝરાયેલ ગાઝામાંથી હમાસને ધરમૂળથી ઉખેડી નાખવાનું તેનું સૈન્ય અભિયાન ચાલુ રાખશે તો તે ઈરાન પણ આ યુદ્ધમાં ઝંપલાવશે. એટલે કે ઈરાને (Iran warn Israel) સ્પષ્ટ કર્યું છે કે જો ઈઝરાયેલ યુદ્ધ બંધ નહીં કરે તો તે પેલેસ્ટાઈન વતી ઈઝરાયલ સામે યુદ્ધમાં ઉતરી શકે છે.

ઈરાનની ઈઝરાયેલને ધમકી

આ પહેલા ઈરાનના વિદેશ મંત્રી (Iran Foreign Minsiter) હોસૈન અમીરાબ્દોલ્લાહ્યાને ઈઝરાયેલને ગાઝા પર તેના હુમલા બંધ કરવા કહ્યું હતું અને ધમકી આપી હતી કે જો હિઝબુલ્લાહ લડાઈમાં જોડાશે તો આ યુદ્ધના ભરડામાં મધ્યપૂર્વના અન્ય દેશો પણ જોડાઈ શકે છે. તેમણે કહ્યું હતું કે જો આવું થશે તો ઈઝરાયલમાં આફત આવી જશે. બેરૂતમાં મીડિયા સાથે વાત કરતા હોસૈન અમીરાબ્દુલ્લાહિયાને કહ્યું કે લેબનોનનું (Lebenon) હિઝબુલ્લાહ જૂથ યુદ્ધ પર નજર રાખી રહ્યું છે અને ઈઝરાયેલે ગાઝા પરના હુમલાઓ જલદી બંધ કરવા જોઈએ.

અમે મદદ કરવા માગીએ છીએ, આખા ક્ષેત્રને યુદ્ધના ભરડામાં ધકેલતાં રોકી લો 

ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે ઈરાન નથી ઈચ્છતું કે ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ આખા ક્ષેત્રમાં ફેલાઇ જાય. ઈરાને કહ્યું કે તે ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવેલા નાગરિકોને મુક્ત કરવામાં મદદ કરવા માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે જો ઈઝરાયેલનું સૈન્ય અભિયાન ચાલુ રહેશે અને ખાસ કરીને જો ઈઝરાયેલ ગાઝામાં જમીની હુમલાઓ શરૂ કરશે તો પછી ઈરાન પણ જવાબ આપશે.

'ઈઝરાયલ એટેક બંધ કરે, નહીંતર અમે પણ યુદ્ધમાં જોડાશું..' વધતાં સંઘર્ષ વચ્ચે ઈરાનની ખુલ્લી ચેતવણી 2 - image


Google NewsGoogle News