Get The App

હિજાબના વિરોધમાં વિદ્યાર્થીનીએ કપડાં ઉતાર્યા, ઈરાનની યુનિવર્સિટીમાં છોકરીએ પોકાર્યો બળવો!

Updated: Nov 3rd, 2024


Google News
Google News
હિજાબના વિરોધમાં વિદ્યાર્થીનીએ કપડાં ઉતાર્યા, ઈરાનની યુનિવર્સિટીમાં છોકરીએ પોકાર્યો બળવો! 1 - image


Iran Hijab Protest news | ઈરાનમાં મહિલાઓ લાંબા સમયથી હિજાબનો વિરોધ કરી રહી છે. તાજેતરમાં જ એક મહિલાએ પોતાનો વિરોધ નોંધાવવા માટે રસ્તાની વચ્ચે પોતાના કપડા ઉતારી દીધા હોવાનો મામલો ચર્ચામાં આવ્યો છે. ઓનલાઈન વાઈરલ વીડિયો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનના કડક ઈસ્લામિક ડ્રેસ કોડના વિરોધમાં શનિવારે ઈરાની યુનિવર્સિટીમાં એક મહિલાએ જાહેરમાં આવુ કર્યું હતું. 

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ 

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વાઈરલ વીડિયોમાં ઈસ્લામિક આઝાદ યુનિવર્સિટીની એક બ્રાન્ચના સુરક્ષાકર્મીઓ એક અજાણી મહિલાની અટકાયત કરી લીધી હતી.  યુનિવર્સિટીના પ્રવક્તા અમીર મહઝૂબે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ માહિતી આપતાં કહ્યું કે અમને એવી જાણકારી મળી છે કે પીડિત મહિલા ગંભીર માનસિક દબાણથી પીડિત હતી અને તે માનસિક રોગથી પીડાઈ રહી છે. 

વિરોધમાં કપડાં ઉતાર્યા!

જો કે, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો હતો કે મહિલાએ પોતાનો વિરોધ નોંધાવવા માટે જાણી જોઈને તેના કપડા કાઢી નાખ્યા હતા. એક્સ પર એક યુઝરે વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું કે, 'મોટાભાગની મહિલાઓ માટે જાહેરમાં અન્ડરવેર પહેરવું એ સૌથી ખરાબ બાબત છે. ફરજિયાત હિજાબ પર અધિકારીઓના મૂર્ખ આગ્રહની સામેની આ પ્રતિક્રિયા છે.

મહિલાને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરાશે

હજુ સુધી આ મહિલા વિશે કોઈ માહિતી સામે આવી નથી. ઈરાની મીડિયાએ જણાવ્યું કે 'એક વિશ્વસનીય સ્ત્રોતે જણાવ્યું છે કે આ કૃત્ય માટે જવાબદાર મહિલાને ગંભીર માનસિક સમસ્યાઓ છે અને તપાસ બાદ તેને કદાચ મેન્ટલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવશે.'

2022માં દેખાવો શરૂ થયા

ઉલ્લેખનીય છે કે ઈરાનમાં હિજાબનો ત્યાગ કરીને અધિકારીઓને પડકાર ફેંકતી મહિલાઓની સંખ્યા વધી રહી છે. સપ્ટેમ્બર 2022 માં હિજાબના નિયમોનું કથિત ઉલ્લંઘન કરવા બદલ નૈતિકતા પોલીસની કસ્ટડીમાં ઈરાની કુર્દિશ મહિલાના મૃત્યુ પછી રાષ્ટ્રવ્યાપી દેખાવો કરાયા હતા. 

હિજાબના વિરોધમાં વિદ્યાર્થીનીએ કપડાં ઉતાર્યા, ઈરાનની યુનિવર્સિટીમાં છોકરીએ પોકાર્યો બળવો! 2 - image

Tags :
Iran-UniversityHijab-Protest

Google News
Google News