Get The App

ઈઝરાયેલ પર હુમલા પહેલા હમાસના 500 આતંકીઓને ઈરાને ટ્રેનિંગ આપી હતી

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
ઈઝરાયેલ પર હુમલા પહેલા હમાસના 500 આતંકીઓને ઈરાને ટ્રેનિંગ આપી હતી 1 - image

image : Twitter

તેલ અવીવ,તા.26 ઓક્ટોબર 2023,ગુરૂવાર

હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના જંગમાં ઈઝરાયેલનો સૌથી વધારે વિરોધ ઈરાન કરી રહ્યુ છે. ઈરાને તો યુધ્ધમાં ઉતરવાની ધમકી પણ આપી છે. 

બીજી તરફ અમેરિકાના એક અખબારે ચોંકાવનારો અહેવાલ પ્રકાશિત કરતા કહ્યુ છએ કે, ઈઝરાયેલમાં હમાસના આતંકીઓએ હાહાકાર મચાવ્યો તેના એક મહિના પહેલા સુધી હમાસ અને પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદ સંગઠનના 500 જેટલા આતંકીઓને ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. 

અહેવાલ અનુસાર ટ્રેનિંગ કાર્યક્રમ દરમિયાન પેલેસ્ટાઈન અને ઈરાનના હાઈ પ્રોફાઈલ નેતાઓએ પણ હાજરી આપી હતી . 

ઈરાન તો પહેલા પણ ઈઝરાયેલને ધમકીઓ આપી ચુકયુ છે કે, ગાઝામાં જો ઈઝરાયેલ અત્યાચાર નહીં રોકે તો તેને ભારે નુકસાન સહન કરવાનો વારો આવશે. 

ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના ઉપ પ્રમુખ અલી ફદાવીએ તો ત્યાં સુધી કહ્યુ હતુ કે, ઈરાન કોઈ જાતના ખચકાટ વગર ઈઝરાયેલ પર મિસાઈલ લોન્ચ કરી શકે છે. 

બીજી તરફ ઈઝરાયેલ વારંવાર કહી ચુકયુ છે કે, હમાસને ઈરાનનુ પીઠબળ છે. ઈરાનની મદદથી જ હમાસના આતંકીઓ ઈઝરાયેલ પર આતંકી હુમલો કરવામાં સફળ  રહ્યા હતા. 

ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસના પ્રવક્તા રિયલ એડમિરલ ડેનિયલ હાગારીએ કહ્યુ હતુ કે, ઈરાને યુધ્ધ પહેલા ટ્રેનિંગ અને સપ્લાય માટે હમાસની સીધી મદદ કરી હતી. હમાસને હથિયાર, પૈસા અને ટેકનિકલ જાણાકરી પણ પૂરી પાડી હતી. અત્યારે પ

ણ હમાસને ઈરાન મદદ કરી રહ્યુ છે. જેમાં ઈઝરાયેલ સામેની ઈન્ટેલિજન્સ પૂરી પાડવાથી માંડીને ઓનલાઈન ઉશ્કેરણીનો સમાવેશ થાય છે. 


Google NewsGoogle News