Get The App

ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં IRCGના સિનિયર કમાન્ડર ઠાર, ઈરાને બદલો લેવાના લીધા સોગંદ, યુદ્ધ ભડકશે!

સીરિયા તથા લેબેનોન ઓપરેશનના ઈન્ચાર્જ હતા સૈય્યદ રેઝા મોસાવી

દમાસ્કસના ગ્રામીણ વિસ્તાર સેટ જૈનબમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં IRCGના સિનિયર કમાન્ડર ઠાર, ઈરાને બદલો લેવાના લીધા સોગંદ, યુદ્ધ ભડકશે! 1 - image


Sayyed Reza Mousavi Died: ઈરાનના ઈસ્લામિક રેવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એક સિનિયર કમાન્ડર અને સીરિયા તથા લેબેનોન ઓપરેશનના ઈન્ચાર્જ સૈય્યદ રેઝા મોસાવી (Sayyed Reza Mousavi Killed) સીરિયામાં ઈઝરાયલી હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. 

ક્યાં બની હતી ઘટના? 

દમાસ્કસના ગ્રામીણ વિસ્તાર સેટ જૈનબમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. થોડીકવાર પછી સોશિયલ મીડિયા પર વીડિયો દમાસ્કસના ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં ઈરાન સમર્થિત પ્રોક્સી વતી તેનો ઉપયોગ કરવામાં આવે છે અને ઈઝરાયલ દ્વારા અનેકવાર તેને નિશાન બનાવવામાં આવે છે. 

ઈરાની મીડિયાએ કરી પુષ્ટી 

ઈરાની સરકારની માલિકી હેઠળના પ્રેસ ટીવીએ મૌસાવીના મૃત્યુની પુષ્ટી કરતાં જણાવ્યું કે મૌસાવી સીરિયામાં એક વરિષ્ઠ સલાહકાર હતા. મૌસાવી કુદ્સ બ્રિગેડના પૂર્વ પ્રમુખ કાસિમ સુલેમાનીના નજીકના સાથી હતા. કાસિમ જાન્યુઆરી 2020માં અમેરિકી ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. 

ઈરાન લેશે બદલો 

ઈરાને મૌસાવીના મોતનો બદલો લેવાના સોગંદ લઈ લીધા છે. પ્રેસ ટીવીને આપેલા એક નિવેદનમાં ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રાયસીએ કહ્યું કે હવે ખરેખર યહૂદીઓની સરકારે આ અપરાધની કિંમત ચૂકવવી પડશે. આ કાર્યવાહી કબજાવાળા યહૂદી શાસનની હતાશા અને અક્ષમતાનું વધુ એક સંકેત છે. 

ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં IRCGના સિનિયર કમાન્ડર ઠાર, ઈરાને બદલો લેવાના લીધા સોગંદ, યુદ્ધ ભડકશે! 2 - image


Google NewsGoogle News