પાકિસ્તાનમાં ફરી એક 'સર્જિકલ સ્ટ્રાઈક', આ વખતે વધુ એક દેશે આતંકી ઠેકાણાઓ પર કર્યા હવાઈ હુમલા
ભારત બાદ હવે ઈરાને પણ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે
Iran Air Strike On Pakistan : ભારત બાદ હવે ઈરાને પણ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. ઈરાને લૂચિસ્તાનમાં હવાઈ હુમલા કરીને અનેક આતંકવાદી જૂથોના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા. જેનાથી પાકિસ્તાનને આંચકો લાગ્યો છે. આ કાર્યવાહી પર પાકિસ્તાને ઈરાનને ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવાની ધમકી આપી છે.
ઈરાને કર્યો મોટો દાવો
ઈરાને દાવો કર્યો છે કે બલૂચિસ્તાનમાં સ્થિત આતંકી સંગઠનોના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. પાકિસ્તાને ખુદ આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ અંગે પાકિસ્તાનનું કહેવું છે કે ઈરાનના હવાઈ હુમલામાં બે માસૂમ બાળકોના મોત થયા છે, જ્યારે ત્રણ બાળકીઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. પાકિસ્તાને આ ઘટનાની નિંદા કરી હતી.
વિદેશ મંત્રાલયનું ટ્વિટ- પાકિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ઈરાનની કાર્યવાહી અંગે ટ્વિટર પર પોસ્ટ કર્યું છે. તેણે આ પોસ્ટમાં લખ્યું છે કે અમે આ હુમલાની સખત ટીકા કરીએ છીએ. ઈરાને આંતરરાષ્ટ્રીય એરસ્પેસ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. દેશની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન સાંખી નહીં લેવાય. પાકિસ્તાને ઈરાનને ધમકી આપતા કહ્યું કે તેના ગંભીર પરિણામો આવશે.