ઇરાનની સરકારનો વિચિત્ર ફતવો, ટીવી કાર્ટુન એનિમેટેડ ફિચર્સમાં મહિલાઓને હિજાબ પહેરેલી બતાવવી અનિવાર્ય
સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લા અલી ખોમનેઇએ કહ્યું, ઇસ્લામી કાયદાનાં આધારે આ ફતવો જાહેર કરવામાં આવ્યો છે
તહેરાન, 23 ફેબ્રુઆરી 2021 મંગળવાર
ઇરાનનાં સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લા અલી ખોમનેઇએ સોમવારે એક નવો પણ વિચિત્ર ફતવો જાહેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કાર્ટુન એનિમેટેડ ફિચર્સમાં મહિલાઓને હિજાબ પહેરેલી બતાવવામાં આવવી જોઇએ,
એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરર્વ્યુંમાં ખોમનેઇએ તેમના આ ફતાવાનું સમર્થન કરતા કહ્યું કે હિજાબ નહીં પહેરવાનાં પરિણામોને જોતા મહિલાઓને એનિમેશનમાં હિજાબ પહેરેલી બતાવવી અનિવાર્ય છે, ઇસ્લામી કાયદાનાં આધારે આ ફતવો જાહેર કરવામાં આવ્યો છે.
જો કે આ ફતવાની ઇરાનનાં રાજકીય કાર્યકર્તાઓએ નિંદા કરી છે, અને તેને ઝેરીલો બતાવ્યો છે, ઇરાની પત્રકાર અને કાર્યકર્તા માસિહ અલાઇનબાદે ટ્વીટર પર લખ્યું શું આ એક જોક્સ નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે ઇરાનમાં ફિલ્મ ઉદ્યોગમા પણ કડક સેન્સર્શિપ છે, અને તે મુજબ ફિલ્મોમાં પુરૂષો અને મહિલાઓ વચ્ચે શારિરીક સંબંધ જેવા સીન બતાવવા પ્રતિબંધિત છે.