Get The App

ઈરાનમાં સુપ્રીમ કોર્ટના બે જજોને ગોળીથી વીંધી નાખ્યાં બાદ હુમલાખોરનો ખુદને ગોળી મારી આપઘાત

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
Iran Supreme Court

Image: Twitter 


Iran Supreme Court:  એક હુમલાખોરે ઈરાનની સુપ્રીમ કોર્ટમાં ઘૂસી બે જજની ખુલ્લેઆમ ગોળી મારી હત્યા કરી છે. શનિવારે થયેલા આ હુમલામાં એક ગાર્ડ પણ ઘાયલ થયો હતો. હુમલાખોરે હુમલા બાદ પોતાને પણ ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ હુમલામાં જસ્ટિસ મૌલવી મોહમ્મદ મોગીસેહ અને જસ્ટિસ અલી રજનીની હત્યા થઈ હતી. આ બંને જજ પોતાના આકરા વલણ માટે જાણીતા હતા. તેમની ઓળખ 'હેંગમેન' જજ તરીકે થતી હતી. 

સુપ્રીમ કોર્ટના પ્રવક્તા અસગર જહાંગીરે જણાવ્યું કે, જજની ચેમ્બરમાં ઘૂસી હત્યારાએ હત્યા કરી હતી. બંને જજ નેશનલ સિક્યોરિટી, આતંકવાદ, જાસૂસીના કેસોની સુનાવણી કરી રહ્યા હતા. બંને પર ગોળી ચલાવ્યા બાદ હુમલાખોરે પુોતે આપઘાત કર્યો હતો. આખી ઘટનામાં અન્ય એક જજ અને એક બોડીગાર્ડ પણ ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, આ હુમલો સ્થાનિક સમયાનુસાર સવારે 10.45 વાગ્યે થયો હતો. મૃત્યુ પામનારા જસ્ટિસ ઈરાની કોર્ટના સિનિયર જજ હતા. આ બંને જજ હેંગમેન (ફાંસીની સજા સંભાળનારા) તરીકે જાણીતા હતા. 

પોલીસે તપાસ હાથ ધરી

મીડિયા રિપોર્ટ અનુસાર, હુમલાખોર જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો જ કર્મચારી હતો. તેણે હુમલો કેમ કર્યો તેનો ઉદ્દેશ હજી સુધી જાણી શકાયો નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેહરાનની કોર્ટ હાઉસમાંથી અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.



આ પણ વાંચોઃ નાઈજિરિયામાં ગેસ ટેન્કરમાં પ્રચંડ વિસ્ફોટ, 70 લોકો જીવતા ભડથું, ફ્યુઅલ ટ્રાન્સફર કરતી વખતે બની ઘટના

અગાઉ પણ થયો હતો હુમલો

હુમલામાં મૃત્યુ પામનારા જસ્ટિસ અલી રજની પર અગાઉ 1988માં પણ હુમલો થયો હતો. તે દરમિયાન તેમની બાઈક  પર મેગ્નેટિક બોમ્બ લગાવવામાં આવ્યો હતો. અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અનુસાર, બીજા જજ મોધિસેહ પર અમેરિકાએ 2019માં પ્રતિબંધ મૂક્યો હતો. 

સૌથી વધુ ફાંસીની સજા આપનારો દેશ ઈરાન

દુનિયામાં સૌથી વધુ ફાંસીની સજા આપનારા દેશોમાં ઈરાન સામેલ છે. ઈરાને 2024માં 901 લોકોને ફાંસીની સજા ફટકારી હતી. જેમાં 31 મહિલાઓ પણ સામેલ છે. ગતવર્ષે ડિસેમ્બરેમાં એક સપ્તાહમાં જ 40 લોકોને ફાંસીની સજા આપવામાં આવી હતી. યુએન હ્યુમન રાઈટ્સ અનુસાર, ગતવર્ષે જેમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે, તેમાં સૌથી વધુ નશીલા પદાર્થો અને અને 2022માં મહસા અમીનીની મોત બાદ દેશભરમાં દેખાવો કરનારા દેખાવકારો સામેલ હતા.

ઈરાનમાં સુપ્રીમ કોર્ટના બે જજોને ગોળીથી વીંધી નાખ્યાં બાદ હુમલાખોરનો ખુદને ગોળી મારી આપઘાત 2 - image


Google NewsGoogle News