Get The App

'ઈઝરાયલ પર હુમલો તો કરીશું જ', ઈરાનનો મુસ્લિમ દેશોને જવાબ, ધીરજ રાખવાનો ઈનકાર

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
Iran Vs Israel War


Iran Vs Israel War Updates: ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાના મોત બાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધી રહ્યો છે. ઈરાને ઈઝરાયલ પર હુમલો કરવાની ધમકી આપી છે. ઈરાને અમેરિકા અને આરબ દેશો દ્વારા તણાવ ઘટાડવાના પ્રયાસોને ફગાવી દીધા છે. અહેવાલ અનુસાર, ઈરાને કહ્યું છે કે, 'યુદ્ધ થતું હોય તો થવા દો, ઈઝરાયર પર હુમલો કરીશું.' ઈઝરાયલ સુરક્ષાને લઈને પણ તૈયારીઓ કરી રહ્યું છે. 

ઈરાનનું વલણ અડગ

જોર્ડન અને લેબનોન દ્વારા સ્થિતિને શાંત કરવા માટે રાજદ્વારી પ્રયાસો કરવા છતાં ઈરાન તેના વલણ પર અડગ છે. અહેવાલો અનુસાર, જોર્ડન અને લેબનોનના વિદેશ મંત્રાલયે પરિસ્થિતિને શાંત કરવા માટે ઈરાનની યાત્રા કરી હતી. પરંતુ ઈરાને આરબ રાજદ્વારીઓને કહ્યું કે, 'અમે ઈઝરાયલ સામે બદલો લેવા માટે તૈયાર છે.'

આ પણ વાંચો: ઈરાની આક્રમણના ડર વચ્ચે ઈઝરાયલની ગાઝા પર હુમલા, 18નાં મોત, હમાસનો વધુ એક કમાન્ડર ઠાર

 

ઈઝરાયલ હુમલા માટે તૈયાર

ઈઝરાયલે અનેક વાર કહ્યું કે, 'અમે કોઈપણ કાર્યવાહીનો બદલો લઈશું.' ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે (ચોથી ઓગસ્ટ)  મહત્ત્વની બેઠક યોજી હતી. જેમાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે 'સુરક્ષા વિકાસ અને ઈરાન અને તેના સહયોગી દ્વારા કરવામાં આવતા હુમલાઓનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.' ઈઝરાયલને હજુ સુધી ખબર નથી કે તેના પર કેવી રીતે હુમલો કરવામાં આવશે. જો કે, આ હુમલા થાય તે પહેલા તેને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અમેરિકાએ શું કહ્યુ? 

અમેરિકાના વિદેશ મંત્રી ટોની બ્લિંકને G7 દેશોને કહ્યું છે કે, 'ઈરાન અને હિઝબુલ્લાહ દ્વારા ઈઝરાયલ પર હુમલો કરી શકે છે.' બ્લિંકને ઈરાન અને હિઝબુલ્લાહ પર દબાણ વધારવા માટે અમેરિકાના નજીકના સહયોગીઓ સાથે કોન્ફરન્સ કૉલ યોજ્યો હતો. જેથી જવાબી હુમલાની તીવ્રતા ઘટાડી શકાય. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે 'હુમલાની અસરને મર્યાદિત કરવી એ યુદ્ધને રોકવાની શ્રેષ્ઠ તક છે.'

હમાસના વડા હાનિયાની તેહરાન કરી હતી હત્યા 

તાજેતરમાં જ ઈરાનની રાજધાની તેહરાનમાં થયેલા હુમલામાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાનું મોત થયું હતું. તેમની હત્યા પાછળ ઈઝરાયલનો હાથ હોવાનો દાવો કરાયો હતો. જોકે, આ અંગે ઈઝરાયેલના અધિકારીઓ દ્વારા કોઈ પ્રતિક્રિયા અપાઈ નથી.

'ઈઝરાયલ પર હુમલો તો કરીશું જ', ઈરાનનો મુસ્લિમ દેશોને જવાબ, ધીરજ રાખવાનો ઈનકાર 2 - image


Google NewsGoogle News