ઈરાનના પ્રમુખ સહિત નવ લોકોના મોત મામલે અમેરિકા પર લાગ્યો મોટો આરોપ, રશિયાએ કર્યું મદદનું એલાન

Updated: May 20th, 2024


Google NewsGoogle News
ઈરાનના પ્રમુખ સહિત નવ લોકોના મોત મામલે અમેરિકા પર લાગ્યો મોટો આરોપ, રશિયાએ કર્યું મદદનું એલાન 1 - image


Iran President died in Helicopter crash: ઈરાનના પ્રમુખ ઇબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રી સહિત નવ લોકોના હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયા છે. તેઓ અઝરબૈઝાનથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અઝરબૈઝાનના ઝોલ્ફાની નજીક દુર્ઘટના બની, જે ઈરાનની રાજધાની તેહરાનથી 600 કિલોમીટર દૂર છે. આ વચ્ચે ઈરાને અમેરિકા પર મોટો આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ રશિયાએ દુર્ઘટનાની તપાસમાં મદદનું એલાન કર્યું છે.

ઈરાનનો અમેરિકા પર મોટો આરોપ

ઈરાને હેલીકોપ્ટર દુર્ઘટના માટે અમેરિકાન જવાબદાર ગણાવ્યું છે. જોકે, તેને લઈને હજુ સુધી સત્તાવાર નિવેદન જાહેર નથી કરાયું. ઈરાન ચીફ ઓફ સ્ટાફે તપાસના આદેશ આપ્યા છે. કાર્યવાહક વિદેશ મંત્રીએ કહ્યું કે, આ દુર્ઘટનાની તપાસ બાદ બધુ સામે આવશે. તો ઈરાનના કાર્યવાહક પ્રમુખ સાથે રશિયાના પ્રમુખ પુતિને વાત કરી છે. પુતિનનું કહેવું છે કે, તેઓ તપાસમાં ઈરાનની મદદ કરશે.

ભારતમાં એક દિવસનો રાજકીય શોક

દિવંગત વ્યક્તિઓના સન્માનમાં ભારત સરકારે પણ એક નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે 21 મેના રોજ આખા ભારતમાં એક દિવસનો રાજકીય શોક રહેશે. શોકના દિવસે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝૂકેલો રહેશે.

મોહમ્મદ મોખબર બન્યા ઈરાનના કાર્યવાહક પ્રમુખ

હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈબ્રાહિમ રઈસીનું નિધન થયા બાદ ઉપપ્રમુખ મોહમ્મદ મોખબરને કાર્યવાહક પ્રમુખ નિયુક્ત કરાયા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈએ મોખબરને અંતરિમ કાર્યભાર સોંપ્યો. ખાઈનેઈએ જણાવ્યું કે, બંધારણની કલમ 131 અનુસાર મોખબરને આ કાર્યભાર સોંપાયો છે. મોહમ્મદ મોખબરને 50 દિવસમાં પ્રમુખની ચૂંટણીની તૈયારી માટે ન્યાયિક પ્રમુખો સાથે કામ કરવું પડશે.

અલી બઘેરી બન્યા કાર્યવાહક વિદેશ મંત્રી

હેલિકોપ્ટર દુર્ઘટનામાં વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દોલ્લાહિયનના મોત બાદ ઈરાનના ટોચના પરમાણુ વાર્તકાર અલી બઘેરીને કાર્યવાહક વિદેશ મંત્રી નિયુક્ત કરાયા છે.



Google NewsGoogle News