Get The App

મુસ્લિમ દેશોમાં એકતા નથી અને તેનો ફાયદો ઈઝરાયેલ ઉઠાવી રહ્યુ છેઃ ઈરાનના રાષ્ટ્રપતિ

Updated: Oct 26th, 2023


Google News
Google News
મુસ્લિમ દેશોમાં એકતા નથી અને તેનો ફાયદો ઈઝરાયેલ ઉઠાવી રહ્યુ છેઃ ઈરાનના રાષ્ટ્રપતિ 1 - image

image : twitter

તહેરાન,તા.26 ઓક્ટોબર 2023,ગુરૂવાર

ઈસ્લામિક દેશોના વિરોધને અવગણીને ઈઝરાયેલે ગાઝા પરના હુમલા ચાલુ રાખ્યા છે.

જેની સામે હવે ઈરાને ફરી નિવેદન આપ્યુ છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ કહ્યુ છે કે, જો મુસ્લિમ દેશોનુ એક સંગઠન હોત તો ગાઝા પરના ઈઝરાયેલના હુમલા રોકી શકાયા હોત. મુસ્લિમ દેશો વચ્ચે એકતા નથી એ જોઈને દુખ થાય છે. જેનો ફાયદો ઈઝરાયેલ ઉઠાવી રહ્યુ છે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, મુસ્લિમ જગત એક હોત તો ઈઝરાયેલી આક્રમકતા અને તેને પશ્ચિમના દેશોનુ મળી રહેલુ સમર્થન રોકી શકાયુ હોત. મુસ્લિમ જગતમાં બહેતર સમન્વય હોય તો બહારના દેશોનો હસ્તક્ષેપ રોકી શકાય તેમ છે. આ સંજોગોમાં મુસ્લિમ દેશોએ એક મંચ પર આવીને એકતા બતાવવાની અને પરસ્પર તાલમેલ સાધવાની જરુર છે.

ઈરાનમાં યોજાયેલા જે કાર્યક્રમમાં રઈસીએ ઉપરોક્ત નિવેદન આપ્યુ હતુ તે કાર્યક્રમમાં ઈઝરાયેલના રાજદૂત પણ હાજર હતા.

ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર પણ અગાઉ કહી ચુકયા છે કે ઈઝરાયેલે ગાઝા પરના હુમલા ના રોક્યા તો મિડલ ઈસ્ટમાં તેના ભયંકર પરિણામ આવી શકે છે.

Tags :