પાકિસ્તાનના જૂઠનો પર્દાફાશ, ઈરાનના રાષ્ટ્રપતિએ કાશ્મીરનું નામ નહીં લીધું પણ શાહબાઝનો પોકળ દાવો
Iran President Ebrahim Raisi Pakistan Visit : ભારત વિરુદ્ધ હંમેશા નાપાક હરકત કરતા પાકિસ્તાનના વધુ એક જૂઠનો પર્દાફાશ થયો છે. ત્યાંની મુલાકાતે ગયેલા ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ કાશ્મીરનું નામ લીધુ નથી, છતાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે (PM Shehbaz Sharif) કાશ્મીર મુદ્દે (Kashmir Issue) ઈરાને પાકિસ્તાનનું સમર્થન કર્યું હોવાનું નિવેદન આપ્યું છે. આ નિવેદન સામે આવ્યા બાદ તેમના દેશની મીડિયા શાહબાજની પોલ ખોલી નાખી છે.
પાકિસ્તાનની મીડિયાએ શાહબાજના જૂઠનો પર્દાફાશ કર્યો
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી આજે પાકિસ્તાનની બે દિવસની મુલાકાતે પહોંચ્યા હતા અને ઈસ્લામાબાદમાં વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ બંને દેશો નિવેદન જાહેર કર્યું હતું. જેમાં પાકિસ્તાને સંયુક્ત નિવેદન દાવો કર્યો કે, ઈરાનના રાષ્ટ્રપતિએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કર્યું છે. જોકે હકીકત એ છે કે, ઈરાનના રાષ્ટ્રપતિએ મીડિયા સમક્ષ કાશ્મીરનું એકપણ વાર નામ લીધું નથી અને આ મામલે પાકિસ્તાને મીડિયાના ઘણા વરિષ્ઠ પત્રકારોએ જ શાહબાજના જૂઠનો પર્દાફાશ કર્યો છે અને કહ્યું કે, રાયસીએ એકપણવાર કાશ્મીરનો ઉલ્લેખ કર્યો નથી.
Prime Minister Shehbaz Sharif
— PMLN Digital (@PMLNDigital) April 22, 2024
President Ebrahim Raisi
🇵🇰🇮🇷 pic.twitter.com/ucETnSHNzB
પાકિસ્તાને કાશ્મીર અંગે શું કહ્યું?
પાકિસ્તાને સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, ‘પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે ઈસ્લામાબદ આવેલા ઈરાનના રાષ્ટ્રપતિ સમક્ષ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કાશ્મીર મુદ્દે સમર્થન આપવા બદલ રાયસીનો આભાર પણ માન્યો.’
ઈરાનના રાષ્ટ્રપતિએ શું કહ્યું?
પાકિસ્તાનના વડાપ્રધાને ભલે દાવો કર્યો હોય, પરંતુ ઈરાનના રાષ્ટ્રપતિએ એકપણવાર કાશ્મીરનું નામ લીધું નથી. રાયસીએ નિવેદનમાં એટલું જ કહ્યું હતું કે, ‘અમારો દેશ હેરાનગતી વિરુદ્ધના તમામ UNSC પ્રસ્તાવો સાથે છે.’ સરકારી રેડિયો પાકિસ્તાને કહ્યું કે, રાયસી અને શરીફ વચ્ચે આતંકવાદ મુદ્દે ચર્ચા થઈ છે અને બંને દેશો આતંકવાદને ખતમ કરવાના સંયુક્ત પ્રયાસો પર સહમત થયા છે.