ક્રેશ બાદ નથી મળી રહ્યું ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર, ગૃહમંત્રીએ કહ્યું- 'હજુ સંપર્ક નથી થયો'
Iran President Helicopter Hard Landing : ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીના હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ કરાવવી પડી છે. રેસ્ક્યૂ માટે ટીમો રવાના કરી દેવાઈ છે. હજુ આ અંગે સમગ્ર માહિતી નથી મળી શકી. ઈરાનના ગૃહમંત્રીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી સાથે કોઈ સંપર્ક નથી થઈ શક્યો. ઈરાનના રાજ્ય ટીવીએ કહ્યું કે, ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીને લઈ જઈ રહેલા એક હેલિકોપ્ટરને રવિવારે હાર્ડ લેન્ડિંગનો સામનો કરવો પડ્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાયસી પૂર્વ અઝરબૈઝાન વિસ્તારમાં પ્રવાસ કરી રહ્યા હતા અને આ ઘટના રાજધાની તેહરાનથી 600 કિલોમીટર દૂર ઝોલ્ફાની નજીક બની.
એરેમ ન્યૂઝ રિપોર્ટના અનુસાર, ઈરાનના સાંસદ મોહમ્મદ રઝા મીરે જણાવ્યું કે, 'રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને કેટલાક ્ધિકારીઓને લઈ જઈ રહેલું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ હજુ સુધી મળી શક્યું નથી. રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યને લઈને પણ હજુ સુધી કોઈ માહિતી નથી સામે આવી. રિવોલ્યૂશનરી ગાર્ડ, સેના અને રેડ ક્રિસેન્ટ દુર્ઘટના સ્થળે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.'
ઈરાનના સાંસદના અનુસાર, 'પ્રાથમિક માહિતી અનુસાર રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર પૂર્વ અઝરબૈઝાન વિસ્તારની આસપાસના જંગલોમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું, જે તબરીઝથી 106 કિલોમીટર દૂર છે. હેલિકોપ્ટરમાં સવાર લોકો સાથે હાલ સંપર્ક થઈ શક્યો નથી.'
પ્રેસ ટીવીના રિપોર્ટના અનુસાર, અધિકારીઓએ કહ્યું કે ખરાબ હવામાન વિભાગના કારણે ઈરાનના રેડ ક્રિસેન્ટ સોસાયટીની બચાવ ટીમો માટે તે વિસ્તારમાં પહોંચવું મુશ્કેલ થયું છે, જ્યાં ઘટના બની છે. ઓપરેશનમાં મદદ માટે ડ્રોન પણ મોકલાયા છે. રઈસી 19 મેના રોજ સવારે અઝરબૈઝાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવની સાથે એક ડેમના ઉદ્ધાટન માટે અઝરબૈઝાન ગયા હતા. અરાસ નદી પર આ ત્રીજો ડેમ બન્યો છે, જેને બંને દેશોએ બનાવ્યો છે.
ઈરાની રાષ્ટ્રપતિને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરની સાથે દુર્ઘટનાની માહિતી સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર, તેમના હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ થયું છે. ઈરાનના રાષ્ટ્રપતિના કાફલામાં ત્રણ અન્ય હેલિકોપ્ટર હતા, જેમાંથી બે પર મંત્રી અને અધિકારી સવાર હતા. તેઓ સુરક્ષિત પોતાના સ્થળે પહોંચી ગયા. રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિની સાથે હેલિકોપ્ટરમાં સૈયદ મોહમ્મદ-અલી અલ-હાશેમ, તબરીજના જુમા વ જમાત અને વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દુલ્લાહિયન પણ હતા.