15 મિસાઈલો તહેનાત, ફ્રાંસ-બ્રિટન સાથે તાબડતોબ બેઠકો: ટ્રમ્પની શપથવિધિ પહેલા ગભરાયું ઈરાન
Iran And USA : ઈઝરાયલ-ગાઝા યુદ્ધ અને અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ સમારોહ પહેલા મિડલ-ઈસ્ટમાં હલચલ વધી છે. એક તરફ હમાસ પર ઈઝરાયલી બંધકોને છૂટા કરવા માટેનું દબાણ છે. જ્યારે બીજી તરફ, ઈરાનને ડર છે કે અમેરિકા તેમના પરમાણુ સાઈટને નિશાનો બનાવીને હુમલો કરી શકે છે. જેને લઈને ઈરાની સેના અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ તેમના બે શહેરોમાં સ્થિત બે પરમાણુ સાઈટની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.
પરિસ્થિતિ એવી છે કે, કોમ પ્રાંતના ફોર્ડો અને ખોનબ શહેરોને મિસાઇલ શહેરો તરીકે અભેદ્ય કિલ્લા બનાવવામાં આવ્યા છે, જ્યાં ભારે પાણીનું રિએક્ટર પણ છે. મીડિયા અહેવાલ મુજબ, ઈરાને ખોરદાદ-15 એર ડિફેન્સ સિસ્ટમ મિસાઈલ તૈનાત કરીને રાખી છે.
શું છે ખોરદાદ 15 એર ડિફેન્સ સિસ્ટમ?
ખોરદાદ 15 એર ડિફેન્સ સિસ્ટમ સૈયદ-૩ મિસાઇલનો ઉપયોગ કરીને 200 કિલોમીટર સુધીની રેન્જમાં ડ્રોન, ક્રુઝ મિસાઇલ અને માનવયુક્ત વિમાન સહિત 6 મિસાઇલોને એકસાથે શોધી કાઢવા, અટકાવવા અને નિશાનો બનાવવા સક્ષમ છે. આ ડિફેન્સ સિસ્ટમ 45 કિલોમીટર સુધીના અંતરે દુશ્મનના લડાકુ વિમાનોને નિશાન બનાવી શકે છે. ખોરદાદ 15એ ઈરાનના એર ડિફેન્સ યુનિટમાં સૌથી નવી અને આધુનિક એન્ટી મિસાઈલ સિસ્ટમ છે.
E-3 સાથે ઈરાનની વાતચીત
બીજી તરફ ઈરાન, યુરોપના ત્રણ સૌથી મોટા દેશો ફ્રાન્સ, જર્મની અને બ્રિટેનની તિકડીથી મિટિંગ કરી રહ્યું છે. આ ત્રણેય દેશોને E-3 નામથી ઓળખવામાં આવી છે. ઈરાન E-3 સાથે પરમાણુ વાતો કરી રહ્યા છે. સોમવારે પણ E-3 સાથે ઈરાનની વાતચીત થવાની છે. ઈરાન પરમાણુ કાર્યક્રમને લઈને બે મહિનામાં બીજી વખત E-3થી વાતચીત કરવા જઈ રહ્યા છે. આ પહેલા નવેમ્બરમાં જિનેવામાં તેહરાન આ દેશો સાથે વાતચીત કરી ચૂક્યું છે.
આ પણ વાંચો: શપથ પહેલાં ટ્રમ્પની સામે થયા ઉપપ્રમુખ! હિંસાના આરોપીઓને મુક્ત કરવા મામલે ખટપટ
જ્યારે જર્મનીના વિદેશ મંત્રાલયએ કહ્યું કે, 'આ ફક્ત કહેવા માટેની જ વાતચીત ચાલી રહી છે. ઈરાને પણ બંને પક્ષે વાતચીતનો ઈનકાર કર્યો.' ફ્રાંસીસના વિદેશ મંત્રાલયે કહ્યું કે, 'E-3 ઈરાનના પરમાણુ કાર્યક્રમના રાજદ્વારી સમાધાનની દિશા તરફ કામ કરી રહ્યા છે.'
ડોનાલ્ડ ટ્રમ્પ 47માં રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લેશે
સોમવારની બેઠક એટલા માટે મહત્ત્વની છે કે, આ મિટિંગ ટ્રમ્પની શપથ વિધિ સમારોહ પહેલા થઈ રહી છે. 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં 47માં રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લેશે. વ્હાઇટ હાઉસમાં તેમના પાછા ફરવાને ધ્યાનમાં રાખીને અમેરિકા હવે ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે મહત્તમ દબાણની નીતિ અપનાવી અને અમેરિકાને સીમાચિહ્નરૂપ પરમાણુ કરારમાંથી પાછું ખેંચી લીધું.