ટ્રમ્પે આગમાં ઘી હોમવાનું કામ કર્યું, ઈરાનમાં વિનાશ સર્જવા ઈઝરાયલને આપી આવી સલાહ
પહેલા ઈરાનના પરમાણુ ઠેકાણે હુમલો કરો, બાકીની ચિંતા છોડો, ઈઝરાયલને ટ્રમ્પની સલાહથી ટેન્શન
Donald Trump on Israel and Iran war situation | ઈરાને જ્યારથી ઈઝરાયલ પર મિસાઈલ હુમલો કર્યું છે ત્યારથી અમેરિકાથી સતત નિવેદનો આવતા થઇ ગયા છે. આ દરમિયાન અમેરિકાના પૂર્વ પ્રમુખ અને હાલમાં રાષ્ટ્રપતિ પદની દોડમાં સામેલ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે ઈઝરાયલને એક વિચિત્ર સલાહ આપી દીધી છે જે મધ્યપૂર્વમાં ભડકો સર્જી શકે છે.
શું બોલ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ?
રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઇઝરાયલે સૌથી પહેલા ઈરાનના પરમાણુ સ્થળોને ઉડાવીને બદલો લઈ લેવો જોઈએ. ઉત્તર કેરોલિનામાં એક રેલીને સંબોધતા ટ્રમ્પે કહ્યું હતું કે બાકીની ચિંતા પછીથી કરીશું પહેલા ઈઝરાયલ ઈરાનના પરમાણુ ઠેકાણાઓને ઉડાવી નાખે.
બાઈડેનની પણ ઇચ્છા આ જ?
ટ્રમ્પે કહ્યું કે બાઈડેનને જ્યારે સવાલ કરાયો કે અમેરિકા ઈરાન વિશે શું વિચારે છે? શું તમે ઈરાન પર હુમલો કરશો? ત્યારે બાઈડેને જવાબ આપ્યો કે જ્યાં સુધી ઈરાન પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે ત્યાં સુધી અમે તેના પર હુમલો નહીં કરીએ. બાઈડેનના આ જવાબને ટાંકતાં જ ટ્રમ્પે કહ્યું કે એટલે કે લાગે છે બાઈડેન એવું જ કહેવા માગે છે તે પણ ઈરાનના પરમાણુ હથિયારને ખતમ કરવા માગે છે.