Get The App

ધડાધડ મિસાઈલો ઝીંક્યા બાદ ઈરાને ઈઝરાયલને આંખ બતાવી, કહ્યું - 'જો જવાબી કાર્યવાહી કરી તો...'

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
ધડાધડ મિસાઈલો ઝીંક્યા બાદ ઈરાને ઈઝરાયલને આંખ બતાવી, કહ્યું - 'જો જવાબી કાર્યવાહી કરી તો...' 1 - image


Iran Israel Tension | ઈઝરાયલ પર લગભગ 200 જેટલી મિસાઈલ ઝીંક્યા બાદ પણ ઈરાનના તેવરમાં કોઈ ફેરફાર થયો નથી. ઈરાને ફરી એકવાર ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુને ધમકી આપી છે. ઈરાની સશસ્ત્ર દળના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ મોહમ્મદ બાગેરીએ કહ્યું કે જો ઈઝરાયલ ઈરાન દ્વારા કરાયેલા મિસાઈલ હુમલાનો બદલો લેશે તો અમે ફરી ઈઝરાયલ પર કહેર વરસાવીશું. 

ઈરાન-ઈઝરાયલની સામ-સામે ધમકી 

અહેવાલ અનુસાર લેબનોનમાં ઇરાનના હિઝબુલ્લાહ સાથીઓ સામે ઇઝરાયલના ઓપરેશનના જવાબમાં ઇરાને ઇઝરાયલ પર લગભગ 200થી વધુ બેલેસ્ટિક મિસાઇલો ઝીંકી હતી અને સામે ઇઝરાયલે પણ ઈરાનને એક મોટા હુમલાને સહન કરવા તૈયાર રહેવાની ધમકી આપી દીધી છે. આ સાથે મધ્યપૂર્વમાં ફરી એકવાર તંગદિલી વ્યાપી ગઈ છે. 

ઈરાનના રાષ્ટ્રપતિએ પણ આપ્યું નિવેદન 

આ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુને ચેતવણી આપતા કહ્યું કે ઈરાન યુદ્ધ નથી ઈચ્છતો પણ નેતન્યાહુ શાસનની આક્રમકતાનો નિર્ણાયક જવાબ કાયદેસર અધિકારોના આધારે શાંતિ તથા સુરક્ષાના હેતુથી આપવામાં આવ્યો છે. આ કાર્યવાહી ઈરાનના હિત અને નાગરિકોની સુરક્ષા માટે હતી. 

ધડાધડ મિસાઈલો ઝીંક્યા બાદ ઈરાને ઈઝરાયલને આંખ બતાવી, કહ્યું - 'જો જવાબી કાર્યવાહી કરી તો...' 2 - image


Google NewsGoogle News