હિજાબ વિરોધી મસૂદ પેઝેશ્કિયાન ઈરાનના નવા રાષ્ટ્રપતિ બન્યાં, કટ્ટરપંથી જલીલી 30 લાખ વોટથી હાર્યા
Image : IANS |
Iran New President Masoud Pezeshkian: ઈરાનના ઉદારવાદી નેતા મસૂદ પેઝેશ્કિયાનેે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતીને કટ્ટરપંથી નેતા સઈદ જલીલીને 30 લાખ વોટથી હરાવી દીધા. મસૂદને 1.64 કરોડ વોટ મળ્યા હતા. જ્યારે જલીલીને 1.36 કરોડ વોટ. ઉલ્લેખનીય છે કે ઈરાનમાં ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ઈબ્રાહીમ રઈસી ફરીવાર દેશના રાષ્ટ્રપતિ બન્યાં હતા.
ઈરાનના 9માં રાષ્ટ્રપતિ બન્યાં
માહિતી અનુસાર મસૂદ પેઝેશ્કિયાન હવે ઈરાનના 9મા રાષ્ટ્રપતિ બની ગયા છે. તે હિજાબવિરોધી અને ઉદારવાદી નેતા તરીકે જાણીતા છે. ઉલ્લેખનીય છે કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઈસીનું નિધન થયા બાદ ફરી એકવાર દેશમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈબ્રાહીમ રઈસી 19મેના રોજ હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામી ગયા હતા.
આ પણ વાંચો : પહેલીવાર કોઈ AI ઉમેદવારે ચૂંટણી લડી અને હારી ગયો
કોણ છે પેઝેશ્કિયાન
મસૂદ પેઝેશ્કિયાન એક સર્જન રહી ચૂક્યા છે. તે હાલમાં દેશના સ્વાસ્થ્યમંત્રી છે. ચૂંટણીથી પહેલા રાજકીય ભાષણો દરમિયાન તેમણે અનેકવાર હિજાબનો વિરોધ કર્યો હતો. તે મોરલ પોલિસિંગનો પણ વિરોધ કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં હિજાબનો મુદ્દો છવાઈ ગયો હતો. મહસા અમીની પર આપ્યું હતું આ નિવેદન જ્યારે 2022માં મહસા અમીનીનું અવસાન થયું, ત્યારે ઈરાનના સાંસદ મસૂદ પેઝેશ્કિયાને લખ્યું હતું કે 'ઈસ્લામિક દેશમાં એક છોકરીને તેના હિજાબ માટે ધરપકડ કરવી અને પછી તેના પરિવારને તેના શરીરને સોંપવું સ્વીકારી શકાય નહીં.' થોડા દિવસો પછી, જ્યારે દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો અને સરકારે તેને કચડી નાખવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે ધમકીભર્યા રીતે કહ્યું કે 'જેઓ સુપ્રીમ નેતાનું અપમાન કરી રહ્યા છે... તેઓ ભવિષ્યમાં સમાજમાં ગુસ્સો અને નફરત સિવાય બીજું કંઈ આપશે નહીં.'
ત્રણ વખત રાષ્ટ્રપતિ પદ માટે દાવો કર્યો
રાજકારણમાં પ્રવેશ્યા પછી, તેઓ સુધારાવાદી રાષ્ટ્રપતિ મોહમ્મદ ખતામીના શાસન દરમિયાન દેશના નાયબ આરોગ્યમંત્રી બન્યા હતા. જ્યારે 2009માં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે દેશમાં હિંસા ફાટી નીકળી હતી અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દરમિયાન મસૂદ પેઝેશ્કિયાનેે પ્રદર્શનકારીઓની સારવારની આકરી ટીકા કરી હતી, જેના કારણે તે કટ્ટરપંથી નેતાઓની ટીકાનો શિકાર પણ બન્યા હતા. 2011માં, પેઝેશ્કીએ રાષ્ટ્રપતિ માટે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ બાદમાં તેમની ઉમેદવારી પાછી ખેંચી હતી. પેઝેશ્કિયાને 2021ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પણ નોમિનેશન ભર્યું હતું પરંતુ ગાર્ડિયન કાઉન્સિલ દ્વારા તેમની ઉમેદવારીને નકારી કાઢવામાં આવી હતી.
આ પણ વાંચો : બ્રિટનમાં 'અબ કી બાર 400 પાર', ઋષિ સુનક સત્તાથી બહાર