ઈરાનનો અત્યંત ઘાતક પ્લાન! ઈઝરાયલને આ તારીખ પહેલાં હચમચાવી મૂકવાની તૈયારી કરી
Israel Iran War Updates: હમાસ અને હિઝબુલ્લા સાથે સીધું યુદ્ધ કરી રહેલાં ઈઝરાયલની ઈરાન સાથે પણ દુશ્મનાવટ શરૂ થઈ ચુકી છે. બંને દેશ હજુ પણ એકબીજાને હચમચાવી રહ્યા છે. પહેલી ઓક્ટોબરે ઈરાનના હુમલાના જવાબમાં ઈઝરાયલે ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, ત્યારથી ઈરાન અને ઈઝરાયલ વચ્ચે હજુ એક ઘર્ષણની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈરાને ઈઝરાયલ પર નિર્ણાયક અને ખૂબ જ દર્દનાક હુમલાની તૈયારી કરી લીધી છે. ઈરાની સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઈઝરાયલે એવા ધમાકાની તૈયારી કરી છે, જેની અસર પેઢીઓ સુધી રહેશે. આ હુમલો અમેરિકામાં આગામી 5 નવેમ્બરે યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં કરવામાં આવી શકે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈરાન પોતાના વિસ્તાર પર ઈઝરાયલના હાલના હુમલાના નિર્ણાયક અને દર્દનાક જવાબ આપવા માટે તૈયારી કરી ચુક્યું છે. આ હુમલો પાંચ નવેમ્બર પહેલાં થઈ શકે છે. યહૂદી શાસનની આક્રામકતાના જવાબમાં ઈસ્લામિક દેશ ઈરાનને વળતો જવાબ આપશે.
ઈરાની હુમલાથી બચવા માટે ઈઝરાયલની તૈયારી
ઈઝરાયલ જાણે છે કે, ઈરાન તેના હુમલાનો વળતો જવાબ આપવા તૈયાર છે. તેથી ગત અઠવાડિયે બેન્જાનમિન નેતન્યાહૂ અને તેમની કેબિનેટની સુરક્ષાને લઈને નવો કાયદો પસાર કરવામાં આવ્યો છે. જેમાં મિટિંગ માટે ફક્ત મંત્રી જ રહેશે, ન તેમના સલાહકાર કે ન અન્ય કોઈ વ્યક્તિ. આ સિવાય મિટિંગ બન્કરોમાં કરવામાં આવશે અને કોઈને પણ હથિયાર રાખવાની મંજૂરી નહીં મળે. થોડા દિવસો પહેલાં નેતન્યાહૂના ઘર પર ડ્રોન હુમલો કર્યા બાદ ઈઝરાયલના ટોચના અધિકારીઓની પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે, ઈઝરાયલે તેહરાનને ચેતવણી આપી છે કે, તેમના વિસ્તાર પર પણ હુમલાનો જવાબ તેના કરતાં ઘણાં વિનાશકારી રીતે આપવામાં આવશે.
ઈઝરાયલ રક્ષા દળોએ કહ્યું કે, તેઓએ લેબેનોન તરફથી આવી રહેલાં ડ્રોનને ઠાર કરી દીધાં છે, જેનાથી થોડા સમય બાદ પશ્ચિમી ગેલિલીના નાહરિયા અને પાડોશી શહેરોમાં સાયરનનો અવાજ સંભળાયો હતો.
આ પણ વાંચોઃ હિઝબુલ્લાહે નવો નેતા ચૂંટી કાઢ્યો, ગાઝામાં ઈઝરાયેલી હુમલાથી 60 ના મોત
લેબેનોને સવારે ઈઝરાયલ શહેરો પર બોમ્બ વરસાવ્યા
ઈઝરાયલ સેનાએ કહ્યું કે, ગુરૂવારે સવારે લેબેનોનને અડતા તેમના સીમા વિસ્તારોમાં અમુક મિસાઇલ અને ડ્રોન છોડવામાં આવ્યા હતાં. જોકે, હુમલાથી કોઈ ખાસ જાનહાનિ નથી થઈ, કારણકે મિસાઇલ જંગલ અને ખુલ્લા વિસ્તારમાં પડી હતી. પરંતુ, એક કમાન્ડરની મોતની પુષ્ટિ ગુરૂવારે સવારે કરવામાં આવી છે. બુધવારે ઈઝરાયલ સેનાએ હુમલાની ફૂટેજ પર શેર કરી હતી. સાથે જ તેઓએ કાલે એક ઈઝરાયલ ડ્રોન પર મિસાઇલ છોડનારી આતંકવાદીઓના એક સેલ પર હુમલાની ફૂટેજ પણ શેર કરી છે.