Get The App

10 દિવસ માટે ફ્લાઇટ રદ, જંગી જહાજો રવાના... શું ઇઝરાયલ પર ભયાનક હુમલો કરી શકે છે ઈરાન?

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
Israel Iran Tension


Israel-Iran Tension: પેલેસ્ટાઈન અને હમાસ સાથેના યુદ્ધમાં ઈરાનના ઘરમાં ઘૂસીને વિરોધીને ઠાર મારવા બદલ ઇઝરાયેલ સામે ઈરાને ભારે વિરોધ નોંધાવ્યો છે અને આક્રમક પગલા લેવાની ચીમકી પણ ઉચ્ચારી છે. બન્ને દેશો વચ્ચે વધતાં તણાવના કારણે સમગ્ર વિશ્વની નજર હવે મધ્ય-પૂર્વ પર છે. આ દરમિયાન ઇઝરાયલ પર ઈરાનના સંભવિત હુમલાને ધ્યાને લઈ જર્મનીની લુફ્તાંસા એરલાઇન્સે મધ્ય-પૂર્વમાં તેની ઘણી ફ્લાઇટો 21 ઑગસ્ટ સુધી રદ કરી દીધી છે. અમેરિકાએ પણ સંભવિત યુદ્ધને પગલે ભૂમધ્ય સમુદ્ર તરફ તેના યુદ્ધ જહાજો અને સબમરીન રવાના કર્યા છે.

અમેરિકાએ યુદ્ધ જહાજો રવાના કર્યા

અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી જનરલ લોઇડ ઓસ્ટિને 150થી વધુ ભયંકર મિસાઇલોથી સજ્જ યુદ્ધ સબમરીન યુએસએસ જ્યોર્જિયા(USS Georgia)ને મધ્ય-પૂર્વ પહોંચવાના આદેશ આપ્યા છે. આ ક્ષેત્રમાં યુએસએસ થિયોડોર રૂઝવેલ્ટ (USS Theodore Roosevelt) યુદ્ધ જહાજ પહેલાંથી જ તૈનાત છે. ઉપરાંત યુદ્ધ જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન( USS Abraham Lincoln)ને પણ આ ક્ષેત્ર તરફ રવાના કરાયું છે. 

આ પણ વાંચોઃ VIDEO: હિઝબુલ્લાહે ઈઝરાયલ પર એક પછી એક 30 રોકેટ ઝીંક્યા, આકાશનો રંગ પણ બદલાઈ ગયો

હિઝબુલ્લાહ, હમાસ અને હૂતી વિદ્રોહીઓ ઈરાનનો સાથ આપશે

ઇઝરાયલ પર હુમલો કરવા હિઝબુલ્લાહ, હમાસ અને યમનના હૂતી વિદ્રોહી પણ ઈરાનને સાથ આપી શકે છે. આ કારણે અમેરિકા આ સંભવિત યુદ્ધ ક્ષેત્રોમાં પોતાની તાકાત વધારી રહ્યું છે. અમેરિકાએ ઇઝરાયલને આશ્વાસન આપ્યું છે કે, અશાંતિ ફેલાતી રોકવા માટે અમેરિકા દરેક સંભવિત પગલાં ભરશે. અગાઉ અમેરિકા અને અન્ય દેશો ઇઝરાયલ અને હમાસ વચ્ચે સીઝ-ફાયર કરાવવા પ્રયાસ કરી ચૂક્યા છે, પરંતુ ઇઝરાયલે ઈરાનમાં હમાસ ચીફની હત્યા કર્યા બાદ હવે ઈરાન પણ હમાસ સાથે મળીને યુદ્ધમાં ઝંપલાવી ઇઝરાયલ પર હુમલો કરે તેવી સંભાવના છે.

યુદ્ધના ભણકારા વચ્ચે હિઝબુલ્લાહે ઇઝરાયલ પર રૉકેટ છોડ્યા

ઇરાન અને ઇઝરાયલ વચ્ચે સંભવિત યુદ્ધ પહેલા હિઝબુલ્લાહએ રવિવારે (11 ઑગસ્ટ) રાત્રે ઉત્તરી ઇઝરાયેલ પર લેબનોનથી લગભગ 30 રૉકેટ છોડીને હુમલો કર્યો હતો. જેના કારણે થોડા સમય માટે આકાશનો રંગ બદલાઈને કેસરી થઈ ગયો હતો. ઇઝરાયેલ આર્મી(IDF)એ સોમવારે જણાવ્યું હતું કે રૉકેટ ખુલ્લા વિસ્તારોમાં પડ્યા હોવાથી કોઈનું મૃત્યુ થયું નથી. આઇડીએફના જણાવ્યા અનુસાર, લેબનીઝ વિસ્તારમાંથી ઉત્તરી ઇઝરાયલના કબારી વિસ્તારમાં રૉકેટ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના જવાબમાં ઇઝરાયેલની સેના લેબનોનના એ વિસ્તારો પર હુમલો કરી રહી છે જ્યાંથી રૉકેટ છોડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ પૃથ્વી પર મહાવિનાશના સંકેત, મેક્સિકોમાં હજારો વર્ષથી ઊભું પિરામિડ અચાનક ધસતાં લોકોના મનમાં ડર

એર ઇન્ડિયાએ પણ ફ્લાઇટો રદ કરી

એર ઇન્ડિયાએ શુક્રવારે ભારત અને ઇઝરાયેલ વચ્ચેની ફ્લાઇટ્સ અનિશ્ચિતકાળ સુધી રદ કરવાની જાહેરાત કરી છે. એર ઇન્ડિયાએ એક ટ્વિટમાં જણાવ્યું કે, એરલાઇન કંપનીએ આગામી સૂચના સુધી દિલ્હીથી તેલ અવીવની તમામ ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. ટાટા ગ્રુપની માલિકીની કંપનીએ અગાઉ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી તેલ અવીવ સુધીની તેની સેવાઓ 8 ઑગસ્ટ સુધી સ્થગિત કરી દીધી હતી. આ સાથે એરલાઇને ટિકિટ બુક કરેલા મુસાફરોને તમામ રકમ પરત કરવાની પણ તૈયારી આદરી છે.


Google NewsGoogle News