Get The App

37000 કર્મચારી, 3000 કરોડનું બજેટ... છતાં સંયુક્ત રાષ્ટ્ર કેમ સાતમી વખત યુદ્ધ રોકવામાં નિષ્ફળ?

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
United Nations


Why United Nations Can't Stop War : પડદા પાછળ યુદ્ધ લડી રહેલા ઈઝરાયલ અને ઈરાન હવે સામસામે આવી ગયા છે, ત્યારે ગત મંગળવારની રાત્રે ઇરાને ઈઝરાયલ પર એક સાથે 200 બેલેસ્ટિક મિસાઇલો છોડીને યુદ્ધની ઘોષણા કરી. તેવામાં ઈઝરાયલ પણ જવાબી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ બંને વચ્ચેના યુદ્ધમાં સંયુક્ત રાષ્ટ્ર પર સવાલો ઉઠી રહ્યા છે. શાંતિ સ્થાપવા માટે 1945માં રચાયેલા સંયુક્ત રાષ્ટ્ર 7મી વખત યુદ્ધ રોકવામાં નિષ્ફળ રહ્યું છે. હાલમાં યુએનની નિષ્ફળતાને કારણે 8 દેશો યુદ્ધના મેદાનમાં છે. રશિયા પણ સંયુક્ત રાષ્ટ્ર સંઘનું કાયમી સભ્ય છે.

યુએનની નિષ્ફળતાને કારણે 40 લાખ લોકોના મોત

યુએન 2022માં પણ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહીલા યુદ્ધને રોકી શક્યુ નથી. બંને દેશો વચ્ચે હજુ પણ જંગ શરુ છે. યુએનની નિષ્ફળતાના કારણે દુનિયાભરમાંથી અત્યાર સુધી 40 લાખ લોકો જંગમાં માર્યા ગયા છે. જેમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના ગઠનના 10 વર્ષ બાદ અમેરિકાએ વિયેતનામ પર હુમલો કર્યો. આ યુદ્ધ વિયેતનામ-અમેરિકા યુદ્ધ તરીકે ઓળખાય છે. યુએન આ હુમલાને રોકવામાં નિષ્ફળ રહ્યું. આ યુદ્ધમાં લગભગ 20 લાખ લોકો માર્યા ગયા, જેમાંથી મોટાભાગના લોકો વિયેતનામના હતા. જ્યારે 1980ના દાયકાના અંતમાં ઈરાકી સેનાએ ઈરાન પર હુમલો કરતા ઈરાને યુદ્ધની ઘોષણા કરી અને બંને દેશો વચ્ચે લગભગ 8 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. આ યુદ્ધમાં લગભગ 10 લાખ લોકો માર્યા ગયા હતા. જેમાં યુએન પણ આને રોકવામાં નિષ્ફળ રહ્યું.

આ પણ વાંચો : ઈરાને બનાવ્યું ઈઝરાયલના નેતાઓનું 'હિટ લિસ્ટ', નેતન્યાહુ સહિત 11 નેતાને ખતમ કરવાની ધમકી

જ્યારે 1994માં રવાંડામાં આંતરિક યુદ્ધ ફાટી નીકળતા બહુમતી હુતુએ ત્યાં તુત્સી લઘુમતી સમુદાય પર હુમલો કર્યો. જેમાં યુએન શાંતિ સમજૂતી માટે મેદાનમાં આવ્યું હતું, આ હત્યાકાંડમાં 8 લાખ લોકો માર્યા ગયા હતા. જેને લઈને 2021માં ફ્રાન્સના રાષ્ટ્રપતિએ આ મામલે માફી માંગી હતી. 1991માં ગલ્ફ વોર ફાટી નીકળ્યું હતું. આમાં એક તરફ અમેરિકા આગળ હતું અને બીજી તરફ ઈરાક. આ યુદ્ધ કુવૈતના સાર્વભૌમત્વને લઈને શરૂ થયું હતું. આ યુદ્ધમાં બંને તરફથી લગભગ 50 હજાર લોકો માર્યા ગયા હતા. જેમાં ઈરાકને સૌથી વધુ નુકસાન થયું.

યુએનનું કેટલું છે વાર્ષિક બજેટ?

2024માં સંયુક્ત રાષ્ટ્ર સંઘના કુલ બજેટ 3.59 બિલિયન ડોલર એટલે કે આશરે 3000 કરોડ રૂપિયા છે. વર્ષ 2021માં સંયુક્ત રાષ્ટ્રની કુલ રકમ 150 મિલિયન ડોલર એટલે કે 1134 કરોડ રૂપિયા હતી. સંયુક્ત રાષ્ટ્રને આ રકમ સભ્ય દેશો પાસેથી દાન સ્વરૂપે મળે છે. વિશ્વના લગભગ 55 દેશો નિયમિતપણે યુએનને દાન આપે છે. સંયુક્ત રાષ્ટ્ર આ નાણાં કાર્યક્રમના અમલીકરણ અને અધિકારીઓના પગાર પાછળ ખર્ચે છે. યુએનને સૌથી વધુ દાન અમેરિકા આપે છે. યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં કામ કરતા અધિકારીઓનો સરેરાશ પગાર વાર્ષિક 98 હજાર ડોલર છે. જો આપણે તેને રૂપિયામાં જોઈએ તો તે દર મહિને 7 લાખ રૂપિયા થશે. જ્યારે યુએન પ્રમાણે, આખી દુનિયામાં શાંતિ સ્પાથિત કરવા માટે તેના 37000 કર્મચારીઓ કામ કરે છે. 

આ પણ વાંચો : અમે ખૂબ ચિંતિત, વાતચીત કરીને જ ઉકેલ લાવોઃ ઈઝરાયલ-ઈરાન યુદ્ધ અંગે ભારતનું પહેલું નિવેદન

યુદ્ધ કેમ રોકી ના શક્યું યુએન?

યુદ્ધ ન રોકી શકવાનું સૌથી મોટું કારણ સંયુક્ત રાષ્ટ્રની નીતિ છે. સંયુક્ત રાષ્ટ્ર સાથે 193 દેશો જોડાયેલા છે, પરંતુ માત્ર 5 દેશો અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ચીનનું વર્ચસ્વ છે. સંયુક્ત રાષ્ટ્રના નિયમો અનુસાર, ફક્ત સ્થાયી સભ્યો જ મોટા નિર્ણયો લેશે. આ કાયમી સભ્યોને વીટોનો અધિકાર આપવામાં આવ્યો છે. જો આમાંથી એક પણ દેશ વીટોનો ઉપયોગ કરે છે, તો મામલો અટકી શકે છે.

આ પણ વાંચો : રશિયા અને પાકિસ્તાન વચ્ચે મોટા કરાર, ભારતના દુશ્મન દેશ સાથે શા માટે પુતિને મિત્રતા વધારી?

સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બુતરસ ઘાલીએ તેમની આત્મકથા Unvanquished માં આ સિસ્ટમની આલોચના કરી છે. ઘાલીના પ્રમાણે, યુએન ઈચ્છે તો પણ કોઈ યુદ્ધ રોકી શકતું નથી, કારણ કે વીટો પાવર એને આવુ કરવા દેશે નહીં. જો ટોપના દેશો પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે વીટો સિસ્ટમને ખત્મ કરી રહ્યાં નથી.


Google NewsGoogle News