‘PM નેતન્યાહૂએ માનવતા વિરુદ્ધના અપરાધો કર્યા, તેમને મોતની સજા આપો’ ઈરાનના સુપ્રીમ લીડરની માંગ
Iran-Israel Conflict : ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીએ કહ્યું છે કે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ માટે માત્ર ધરપકડ વોરંટ પૂરતું નથી. ખમેનીએ સોમવારે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) ઇવેન્ટમાં એક ભાષણ આપતાં કહ્યું હતું કે, ધરપકડ વોરંટને બદલે નેતન્યાહૂ માટે મૃત્યુદંડની સજા જારી કરવી જોઈએ.
આ પણ વાંચો : 2023માં દુનિયાભરમાં 51000થી વધુ છોકરી-મહિલાઓની હત્યા સાથી કે ઓળખીતાએ કરી: UN રિપોર્ટ
ખમેનીએ આ નિવેદન ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઈસીસી) દ્વારા ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલની કાર્યવાહીને લઈને નેતન્યાહુ અને ઈઝરાયેલના પૂર્વ સંરક્ષણ પ્રધાન યોઆવ ગાલાંટ માટે ધરપકડ વોરંટ જારી કર્યાના દિવસો બાદ આપ્યું હતું. તેમના પર 'યુદ્ધ અપરાધ' અને 'માનવતા વિરુદ્ધના અપરાધો'નો આરોપ મૂકવામાં આવ્યો છે.
ઈરાનના સુપ્રીમ લીડરની માંગ
IRGC-સંલગ્ન તસ્નીમ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ખામેનીએ ફારસી ભાષામાં કહ્યું, "ઝાયોનિસ્ટોએ જે કર્યું તે યુદ્ધ અપરાધ છે. તેઓએ તેમના (નેતન્યાહુ) માટે ધરપકડ વોરંટ જારી કર્યું. આ પૂરતું નથી. નેતન્યાહુ માટે મૃત્યુદંડ જારી થવો જોઈએ, આ ગુનેગાર નેતાઓ માટે મૃત્યુદંડ જારી થવો જોઈએ."
આ પણ વાંચો : 4000થી વધુની ધરપકડ, પાકિસ્તાનમાં ફરી અરાજકતા, ઈમરાન ખાનના સમર્થકો ઊતર્યા માર્ગો પર
તમને જણાવી દઈએ કે ઈરાન અમેરિકાની સાથે ઈઝરાયલને પણ મૂળ દુશ્મન માને છે. તે ઇઝરાયેલના વિનાશ માટે પ્રતિબદ્ધ છે અને સમગ્ર પ્રદેશમાં ઇઝરાયેલ વિરોધી સશસ્ત્ર જૂથોના વિશાળ નેટવર્કને સમર્થન આપે છે જેને તે 'પ્રતિકારની ધરી' કહે છે. આ જૂથોમાં ગાઝા સ્થિત હમાસ, લેબનોન સ્થિત હિઝબુલ્લાહ અને યમન સ્થિત હુથીનો સમાવેશ થાય છે, જેઓ હાલમાં ઇઝરાયેલ સાથે યુદ્ધમાં છે.