'બકવાસ ના કરશો, મૂર્ખ ના બનાવો...' ઇઝરાયલના PM નેતન્યાહૂ પર ભડક્યાં પાક્કા મિત્ર બાઈડેન

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
Joe biden And Netanyahu


Israel And USA President Move For Hamas War: ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસના રાજકીય બ્યૂરો પ્રમુખ ઈસ્માઈલ હાનિયાની હત્યા પર અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાતચીત કરી નારાજગી વ્યક્ત કરી છે. અહેવાલો પ્રમાણે ટેલિફોનિક વાતચીતમાં બાઈડેને ગુસ્સે થઈને નેતન્યાહૂને કહ્યું કે, ‘તમે મારી સાથે બકવાસ કરવાનું બંધ કરો. મૂર્ખ ન બનાવશો, રાષ્ટ્રપતિને ઓછું ના આંકતા.' બીજી બાજુ બેન્જિન નેતન્યાહૂએ સૂચન કર્યું છે કે, ઈઝરાયલ હમાસ સાથે બંધકોના બદલે યુદ્ધ વિરામ સમાધાન પર વાતચીત કરવા આગળ વધી રહ્યું છે. અમે ટૂંક સમયમાં એક પ્રતિનિધિમંડળ મોકલીશું.’

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરિસ? અમેરિકામાં રહેતા ભારતીયોની પહેલી પસંદ કોણ? જુઓ સર્વેના પરિણામ

ઈઝરાયલ-ઈરાન વચ્ચે ફરી યુદ્ધની આશંકા

બાઈડેન દ્વારા આ ટિપ્પણી ઈરાન અને તેના સમર્થિત સંગઠનો (હિઝબુલ્લાહ અને હૂથી) સાથે યુદ્ધની આશંકા વચ્ચે ઈઝરાયલ-અમેરિકાના સહયોગના સંદર્ભમાં હતી. રાષ્ટ્રપતિ બાઈડેને 13-14 એપ્રિલની રાત્રે ઈઝરાયલ પર ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલાને નિષ્ફળ કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, ઈઝરાયલ દ્વારા હમાસના ઘણાં નેતાઓની હત્યા કરવામાં આવતા ઈરાન હવે બદલો લેવાના સોગંદ સાથે આગળ વધી રહ્યું છે. 

ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે નેતન્યાહૂ સાથે બાઈડેનની ફોન પર થયેલી વાતચીત બાદ સત્તાવાર નિવેદન જારી કર્યું હતું. તેમાં જણાવાયું છે કે ઈઝરાયલના વડાપ્રધાન અમેરિકન રાજકારણમાં હસ્તક્ષેપ નથી કરતા. અમેરિકામાં જે કોઈ રાષ્ટ્રપતિની નિમણૂક થશે, તેની સાથે ઈઝરાયલ સાથે કામ કરશે. અમેરિકનો પાસેથી અપેક્ષા છે કે, તે ઈઝરાયલના મામલામાં દખલગીરી ન કરે.

ઉલ્લેખનીય છે, અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડેન અમેરિકાની ચૂંટણીની રેસમાંથી બહાર થઈ જવાના નિર્ણય પછી નેતન્યાહૂ ઈરાન વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવા થનગની રહ્યા છે.

બાઈડેને આકરૂ વલણ ન અપનાવવા સલાહ આપી હતી

મીડિયા રિપોર્ટમાં એક અધિકારીએ કહ્યું હતું કે, બાઈડેને નેતન્યાહૂને ઈરાનના હુમલા પર આકરી પ્રતિક્રિયા ન આપવા રહ્યું હતું. ઈરાન અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના માહોલનો લાભ લેતાં ઈઝરાયલ પર હુમલો કરીને તેને ઉશ્કેરશે, પરંતુ રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બાઈડેન બહાર થઈ ગયા હોવાથી હવે તે પોતાને યોગ્ય લાગે તેવા પગલાં લઈ રહ્યા છે. અમેરિકાનો વર્ષોથી ઈઝરાયલે પૂર્ણ સમર્થન આપવાનો એજન્ડા છે. અમેરિકાએ મધ્યપૂર્વમાં પોતાના વિશાળ યુદ્ધ જહાજ પણ તહેનાત કર્યા છે. તે ઈઝરાયલને સંપૂર્ણપણે સમર્થન આપવા સજ્જ છે, પરંતુ પહેલી ઓગસ્ટે બાઈડેને નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી ત્યારે કહ્યું હતું કે ‘આંતરિક રાજકારણમાં મજબૂત દેખાવા તમે માસુમોનો જીવ ના લઈ શકો. આ બધો બકવાસ બંધ કરો.’ 

નોંધનીય છે કે, હમાસનો વડો ઠાર મરાયા પછી સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે.  

'બકવાસ ના કરશો, મૂર્ખ ના બનાવો...' ઇઝરાયલના PM નેતન્યાહૂ પર ભડક્યાં પાક્કા મિત્ર બાઈડેન 2 - image


Google NewsGoogle News