Get The App

ઈરાને જાહેર કર્યું ઈઝરાયલના નેતાઓનું 'હિટ લિસ્ટ', નેતન્યાહુ સહિત 11 નેતાને ખતમ કરવાની ધમકી

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
ઈરાને જાહેર કર્યું ઈઝરાયલના નેતાઓનું 'હિટ લિસ્ટ', નેતન્યાહુ સહિત 11 નેતાને ખતમ કરવાની ધમકી 1 - image


Image Source: Twitter

Iran hit list of israeli leaders: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. લેબેનોન પર હુમલા બાદ મંગળવારે રાત્રે ઈરાને ઈઝરાયલ પર 200 જેટલી મિસાઈલ ઝીંકી હુમલો કર્યો હતો. આ દરમિયાન ઈરાને ઈઝરાયલના નેતાઓનું 'હિટ લિસ્ટ' જાહેર કર્યું છે. આ લિસ્ટમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સહિત કુલ 11 લોકોના નામ સામેલ છે. ઈરાન સરકારે જ એક પોસ્ટર જાહેર કર્યું છે, જેના પર લખ્યું છે ‘ઈઝરાયલના આતંકવાદીઓનું લિસ્ટ’. આ પોસ્ટરમાં સૌથી ઉપર વડાપ્રધાન નેતન્યાહુની તસવીર છે. ત્યારબાદ ઈઝરાયલના સંરક્ષણ મંત્રી અને પછી ચીફ ઓફ જનરલ સ્ટાફનું નામ છે.

આ તમામ નેતાઓને  ઈરાને ઈઝરાયલના 'આતંકવાદી' ગણાવ્યા

ઈરાન દ્વારા જારી કરવામાં આવેલ આ પોસ્ટરમાં વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી અને ચીફ ઓફ જનરલ સ્ટાફ ઉપરાંત ઈઝરાયલી એરફોર્સના કમાન્ડર, નૌકા દળના કમાન્ડર, ગ્રાઉન્ડ ફોર્સના કમાન્ડર, ડેપ્યુટી ચીફ ઓફ જનરલ સ્ટાફ, હેડ ઓફ મિલિટરી ઈન્ટેલિજન્સ, ઉત્તર કમાન્ડ ચીફ, સેન્ટ્રલ કમાન્ડ ચીફ અને દક્ષિણ કમાનના ચીફના નામ તસવીરો સાથે છે. આ પોસ્ટરમાં કુલ 11 લોકોના નામ અને તસવીરો છાપવામાં આવી છે. આ તમામને ઈરાને ઈઝરાયલના 'આતંકવાદી' ગણાવ્યા છે.

ઈરાનની હિટ લિસ્ટમાં PM નેતન્યાહૂ સહીત આ નેતાઓના નામ:

1. બેન્જામિન નેતન્યાહૂ- વડાપ્રધાન

2. યોઆવ ગેલેન્ટ- રક્ષા મંત્રી

3. હર્ઝી હલેવી- જનરલ સ્ટાફના ચીફ

4. ટોમર બાર- ઈઝરાયલી એરફોર્સના કમાન્ડર

5. સાર સલામા- ઈઝરાયલી નૌકાદળના કમાન્ડર

6. તામિર યાદઈ- ગ્રાઉન્ડ ફોર્સના પ્રમુખ

7. અમીર બારમ- જનરલ સ્ટાફના ડેપ્યુટી ચીફ 

8. અહરોન હલીવા- હેડ ઓફ મિલિટરી ઈન્ટેલિજન્સ

9. ઓરી ગોર્ડિન- ઉત્તરી કમાનના પ્રમુખ

10. યેહુદા ફોક્સ- મધ્ય કમાનના પ્રમુખ

11. એલિએઝર ટોલેડાનો- દક્ષિણી કમાનના પ્રમુખ

ઈરાને જાહેર કર્યું ઈઝરાયલના નેતાઓનું 'હિટ લિસ્ટ', નેતન્યાહુ સહિત 11 નેતાને ખતમ કરવાની ધમકી 2 - image

ઈરાનના ઈન્ટેલિજન્સ મિનિસ્ટ્રીએ હિબ્રુ ભાષામાં ધમકી આપતા કહ્યું છે કે ‘અમે ટૂંક સમયમાં ઈઝરાયલના વડાપ્રધાન અને સુરક્ષા સંસ્થાઓના પ્રમુખોને ખતમ કરી દઈશું. ઈઝરાયલી સેનાએ લેબેનોનમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર હુમલો કરીને તેમના વડા હસન નસરાલ્લાહને ઠાર માર્યા પછી ઈરાન વધુ આક્રમક થઈ ગયું છે. એટલે જ ઈરાને ઈઝરાયલ પર એક મિસાઈલ હુમલો કરીને કહ્યું હતું કે, ‘આ હમાસના પોલિટિકલ લીડર ઈસ્માઈલ હાનિયાહના મોતનો બદલો છે.’


Google NewsGoogle News