ઇરાને ઇઝરાયલને ખતમ કરવા શપથ લીધા છે, કોની પાસે કેટલી સેના છે ? કોણ વધુ શક્તિશાળી છે ?

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
ઇરાને ઇઝરાયલને ખતમ કરવા શપથ લીધા છે, કોની પાસે કેટલી સેના છે ? કોણ વધુ શક્તિશાળી છે ? 1 - image


- ઇરાન હુમલા કરે તો અમે તમારી સાથે રહીશું ઇઝરાયલને યુએસની ખાતરી

- ઇરાનના પાટનગર તહેરાનમાં એક એરસ્ટ્રાઇકમાં પેલેસ્ટાઇનના પ્રમુખની હત્યા થયા પછી સ્થિતિ ગંભીર બની ગઈ છે : યુદ્ધ થાય તો કોણ કોને ભારે પડશે ?

નવી દિલ્હી : ઇઝરાયલ હમાસ યુદ્ધમાં હવે નવો વળાંક આવ્યો છે. ઇરાનનાં પાટનગર તેહરાનમાં એક એર સ્ટ્રાઇકમાં પેલેસ્ટાઇનના પ્રમુખ ઇસ્માઇલ હાનીયાનું મૃત્યુ થયું છે, સાથે તેના અંગરક્ષકનું પણ મૃત્યુ થયું છે. ત્યારે ઇરાને ઇઝરાયલને કઠોર શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું છે કે આ હત્યાની ઇઝરાયલે ભારે કિંમત ચૂકવવી પડશે. તેણે આ હત્યાનો બદલો લેવાના શપથ લીધા છે. ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લાહ યવિ ખામેવીએ કહ્યુ છે કે આ હત્યાનો બદલો લેવો તે આપણું કર્તવ્ય છે. ત્યારે જોઇએ કોની પાસે કેટલું બળ છે.

ગ્લોબલ ફાયર ઇન્ડેક્સ પ્રમાણે ૨૦૧૪માં ઇરાન ૧૪માં સ્થાને છે ત્યારે જ્યારે ઇઝરાયલ ૧૭મા સ્થાને છે. સૈન્ય સંખ્યા અંગે પણ ઇરાન ઇઝરાયલ કરતાં આગળ છે. ઇરાન પાસે ૬.૧ લાખ એક્ટિવ સૈનિકો છે, અને ૩.૫ લાખનું રીઝર્વ ફોર્સ છે. તે સામે ઇઝારયલ પાસે માત્ર ૪.૫ લાખ રીઝર્વ સૈનિકો છે. પરંતુ એક્ટિવ સૈનિકોની સંખ્યા માત્ર ૧.૬૯ લાખ જેટલી જ છે.

પ્રાથમિક દ્રષ્ટિએ ઇરાન પાસે સંખ્યા બળ વધુ હોવાથી તે ઇઝરાયલનો ખુર્દો બનાવી શકે તેમ છે. પરંતુ વિશ્લેષકો કહે છે કે યુદ્ધમાં માત્ર સંખ્યાબળ જ કામનું નથી. તાલિમ, શસ્ત્રો અને સૈનિકોની પ્રતિબદ્ધતા વધુ મહત્ત્વનાં છે.

બીજી તરફ અમેરિકાએ ઇઝરાયલને કહી દીધું છે કે મૂંઝાતા નહીં, અમે તમારી સાથે છીએ.

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ સાથે તહેરાનમાં થયેલા તે હુમલા પછી ઇરાન, ઇઝરાયલ ઉપર આક્રમણ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. તેવી પાક્કી જાસૂસી માહિતી મળતાં અમેરિકાએ તેના પ્રમુખ જો બાયડેને ઇઝરાયલ સાથે ફોન ઉપર આ સધ્યારો આપ્યો ત્યારે અમેરિકાનાં ઉપપ્રમુખ અને આ વખતની પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પદનાં ઉમેદવાર કમલા હેરિસ પણ તે ફોન વાતચીત સમયે બાયડેનની પાસે જ બેઠાં હતાં, તેમ વિડીયો ઉપરથી જાણી શકાયું છે. ટૂંકમાં પરિસ્થિતિ ઘેરી અને ઘેરી બની રહી છે.


Google NewsGoogle News