પરમાણુ શસ્ત્ર બની શકે તેટલા પ્રમાણમાં ઇરાન 'વેપન-ગ્રેડ' યુરેનિયમનો જથ્થો વધારે છે : યુ.એન.
- એક તરફ બુરખો ફરજિયાત : બીજી તરફ 'એ-બોમ્બ'
- અમેરિકા, રશિયા, ઇંગ્લેન્ડ, ફ્રાંસ, ચીન, ભારત, પાકિસ્તાન અને ઇઝરાયેલ પછી ઇરાન પણ એ-બોમ્બની હોડમાં છે
યુ.એન : ઈરાન તેના યુરેનિયમનો જથ્થો વેપન-ગ્રેડ સુધી વધારવાની ના કહી હોવા છતાં ઈરાન તે જથ્થો વધારી જ રહ્યું છે, તેમ યુએનનો રિપોર્ટ જણાવે છે. ઈરાન સમૃદ્ધ યુરેનિયમ (યુ-૨૩૮)નો જથ્થો વધારતું જ જાય છે.
ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (આઈ.એ.ઈ.એ. - વિયેતા)ના જણાવ્યા પ્રમાણે ઓકટો. ૨૬ના દિને ઈરાન પાસે ૧૮૨.૩ કિ.ગ્રા. (૪૦૧.૯ પાઉન્ડ) જેટલું ૬૦% સુધી સમૃદ્ધ થયેલું યુરેનિયમ હતું. જે ગત વર્ષના ઓગસ્ટમાં રહેલા જથ્થા કરતાં ૧૭.૬ કે.જી. (૩૮.૮ પાઉન્ડ) જેટલું વધુ છે.
વાસ્તવમાં એટમ બોમ્બ બનાવવા માટે ઓછામાં ઓછુ ૯૦% સુધીની શુદ્ધતાવાળુ યુરેનિયમ જોઈએ. ઈરાને ૬૦% શુદ્ધતાવાળુ યુરેનિયમ તો બનાવી જ લીધુ છે. આથી ટૂંક સમયમાં તે ૯૦% શુદ્ધતા વાળુ યુ-૨૩૫-૨૩૮) બનાવી શકશે.
આઈ.એ.ઈ.એ.નું અનુમાન છે કે ઓકટો. ૨૬ના દિવસે ઈરાન પાસે ૬૬૦૪.૪ કિલોગ્રામ (૧૪૫૬૦ પાઉન્ડ) જેટલુ સમૃદ્ધ યુરેનિયમ હતું જે ઓગષ્ટ કરતા ૮૫૨.૬ કિ.ગ્રા. (૧૮૭૯.૬ પાઉન્ડ) જેટલો વધારો દર્શાવે છે.
IAEAના સિદ્ધાંત પ્રમાણે માત્ર ૪૨ કેજી (૯૨.૫ પાઉન્ડ) ૬૦% સુધીનું યુરેનિયમ હોય તો પણ તે એક એ-બોમ્બ માટે પુરતું છે. જરૂર તેટલી જ છે કે તેને ૯૦% જેટલું શુદ્ધ બનાવવું જોઈએ.
આ અહેવાલ એવા સમયે આવ્યા છે કે જયારે ઇઝરાયલ અને ઇરાન એક બીજા સામે જાનની બાજી લગાવી લડવા તૈયાર થયા છે. તેથી વિશ્વ સમાજને વધુ ચિંતા થાય છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ૧૯૪૫માં જે એટમ બોમ્બ બનાવ્યો, તે પછી રશિયાએ થોડા જ વર્ષોમાં (૧૯૪૮માં) એ-બોમ્બ બનાવ્યો. પછી એ-બોમ્બ બનાવવાની શૃંખલા ચાલી. ઇંગ્લેન્ડ, ફ્રાંસ, ચીન, ભારત અને પાકિસ્તાને એટમ બોંબ બનાવ્યા. ઇઝરાયેલ પણ અણુ શકિત પ્રાપ્ત કરી. હવે ઈરાન પણ તે હોડમાં દોડયું છે. રશિયા તો તે સ્પર્ધામાં ઝડપભેર આગળ નીકળી ગયું છે. તેની પાસે ૫૫૮૦ એ-બોમ્બ સાથેના ટોપકાવાળા મિસાઇલ્સ છે. યુએસ પાસે ૫૦૪૪ છે. ચીન ૫૦૦, ફ્રાંસ ૨૯૦, યુકે ૨૨૫, ભારત ૧૭૨ (હજી વધુ બને છે) પાકિસ્તાન ૧૭૦ અને ઇઝરાયલ પાસે આશરે ૯૦ જેટલા એટમ બોંબ છે. તે હોડમાં હવે ઇરાન દોડે છે.
ઈરાન એક પગ મધ્યયુગમાં રાખી બુરખા ફરજિયાત કરે છે. તો બીજી તરફ એટમ બોંબ બનાવવા દોડી રહ્યું છે. વિધિની આ વક્રતા છે. બીજુ ઈરાન કે પાકિસ્તાન અન્ય દેશો જેટલા સમજુ નથી. કયારે શું કરશે તે કહી શકાય તેમ નથી.