Get The App

700 ઇરાની કુટુંબોને અમેરિકા 48.86 અબજ ડોલરનું વળતર આપે : ઇરાન

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
700 ઇરાની કુટુંબોને અમેરિકા 48.86 અબજ ડોલરનું વળતર આપે : ઇરાન 1 - image


- ઇરાન-અમેરિકામાં સાસ-સામા કોર્ટ કેસોથી તણાવ વધ્યો

- અમેરિકનપરિવારોએ પણ હમાસ, હીઝબુલ્લાહ અને ઇરાનની હિંસાનો ભોગ બનેલાઓ માટે વળતર માંગ્યું

- ઇરાનમાં ખામેનઈને ઉથલાવવાના ટ્રમ્પના પ્લાનના  કારણે મધ્ય એશિયામાં હોબાળો

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લે તે પહેલા ઇરાને અમેરિકાને મોટો ઝાટકો આપ્યો છે. ઇરાનની કોર્ટે અમેરિકાની સામે ચુકાદો આપતા ઇરાક અને સીરિયામાં અમેરિકા સમર્થિત આતંકવાદી સમૂહો સામે લડતા માર્યા ગયેલા ૭૦૦ ઇરાની કુટુંબોને અમેરિકાએ ૪૮.૩૬ અબજ ડોલરનું વળતર આપવું પડશે તેમ જણાવ્યું છે. અમેરિકાએ પણ તેની સામે વળતો પ્રહાર કર્યો છે. 

ઇરાનના આ કેસના વળતા જવાબ તરીકે અમેરિકામાં રહેતા ઘણા કુટુંબોએ ઇરાન, હમાસ અને હીઝબુલ્લાહ સામે કેસ નોંધાવ્યો છે. બંને કેસમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. આના પગલે બંને દેશો સામે પ્રહાર-પ્રતિ પ્રહાર શરૂ થશે. સાત ઓક્ટોબર ૨૦૨૩ના રોજ હમાસના આતંકવાદીોએ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો, તેમાં ૧,૨૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. તેમા ઘણા અમેરિકન નાગરિક પણ સામેલ હતા. 

હવે તેના કેટલાક ખાનગી દસ્તાવેજ લીક થયા છે. આ દસ્તાવેજ મુજબ હમાસે ઇઝરાયેલ પર હુમલા પહેલા ઇરાન પાસેથી આર્થિક મદદ લીધી હતી. તેના પછી અમેરિકાના પીડિત કુટુંબોએ ઇરાન અને તેની સાથે જોડાયેલા આતંકવાદી સમૂહો સામે અમેરકાની ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. પીડિત કુટુંબોએ ઇરાન સામે પુરાવા પણ રજૂ કર્યા છે. ઇરાનની કોર્ટે અમેરિકાએ ૪૮.૮૬ અબજ ડોલરનું વળતર ચૂકવવું જોઈએ તેવો આદેશ આપ્યો છે.

એક અખબારે ઇઝરાયેલી અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે ટ્રમ્પના નજીકના લોકો ઇરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ શાસન સામે તખ્તો પલટ કરવાની યોજના બનાવી રહ્યા છે. ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેકિશ્યન વિશ્વ માટે ઉદાર ચહેરો છે, પરંતુ ઇરાનના શાસનની ધુરા ખામેનેઈના હાથમાં છે. ખામેનેઈ સતત અમેરિકાને પડકારી રહ્યા છે. 

સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકા ઇઝરાયેલમાં શાંતિ સ્થાપિત કરીને ઇરાનની તાકાતને ઘટાડવા માટે આયોજન કરી રહ્યું છે. છેલ્લા કાર્યકાળમાં ટ્રમ્પે ઇરાન સામેની સમજૂતી ખતમ કરી હતી અને તેના પર પ્રતિબંધ લગાવ્યા હતા. ટ્રમ્પે ત્રીજી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ જનરલ કાસિમ સુલેમાનીની હત્યાનો આદેશ આપ્યો હતો. બસ ત્યારથી ઇરાન ટ્રમ્પને કટ્ટર દુશ્મન માને છે.  ઇરાનને આર્થિક રીતે તોડવા માટે ટ્રમ્પે પોતાના નવા વહીવટીતંત્રની કેબિનેટમાં ઇરાન વિરોધી લોકોને મોટી જવાબદારી સોંપી છે. 

રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ ટ્રમ્પ ઇરાન સામે ેએક્શન મોડમાં જોવા મળી શકે છે. ટ્રમ્પની નવી ટીમ ઇરાન સામે આદેશ તૈયાર કરી રહી છે. અમેરિકા ઇરાનની ઓઇલ નિકાસ પર પ્રતિબંધ લગાવી શકે તેવી સંભાવના પણ છે. 


Google NewsGoogle News