Get The App

VIDEO: ઈરાને વધાર્યું ઈઝરાયલ-અમેરિકાનું ટેન્શન, બનાવ્યું 4000 કિમી દૂર સુધી ટાર્ગેટ કરતું શક્તિશાળી હથિયાર

Updated: Jan 27th, 2025


Google News
Google News
VIDEO: ઈરાને વધાર્યું ઈઝરાયલ-અમેરિકાનું ટેન્શન, બનાવ્યું 4000 કિમી દૂર સુધી ટાર્ગેટ કરતું શક્તિશાળી હથિયાર 1 - image
Image : 'X'

Iran Largest Shahed-149 Gaza Drone : ઈરાને શહીદ-149 ગાઝા નામથી માનવરહિત કોમ્બેટ એરક્રાફ્ટ (UCAV)ને કાર્યરત કર્યું છે, ત્યારે ઈઝરાયલ-અમેરિકાનું ટેન્શન વધાર્યું છે. 4000 કિમી દૂર સુધી ટાર્ગેટ કરી શકે છે આ શક્તિશાળી ડ્રોન. આ ઉચ્ચ-ઉંચાઈ, લાંબા સમય સુધી ટકી રહે તેવું ડ્રોન 2021 માં રજૂ કરવામાં આવ્યું હતું અને 2022 માં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એરોસ્પેસ ફોર્સને સોંપવામાં આવ્યું હતું.

'ગ્રેટ પ્રોફેટ' લશ્કરી કવાયત દરમિયાન આ શહીદ-149 ડ્રોને પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું અને અનેક ટાર્ગેટ્સ પર સચોટતાથી નિશાનો લગાવીને તેનો ખાતમો કર્યો હતો. IRGCની તરફથી ઓનલાઈન શેર કરવામાં આવેલી તસવીરમાં આ ડ્રોનના આઠ ગાઈડેડ બમ્બથી સજ્જ જોવા મળે છે. 

શહીદ-149 ડ્રોનની તાકાત

શહીદ-149 ડ્રોનની વિંગસ્પેન 21 મીટર છે અને તે 500 કિલોગ્રામ સુધીના હથિયારો લઈ જઈ શકે છે. જેમાં પિનપોઇન્ટ એક્યુરસી શેડીડ ગ્લાઇડ બોમ્બનો પણ સમાવેશ થાય છે. તેની ક્રુઝિંગ સ્પીડ 215 કિમી/કલાક છે અને તે 25 કલાક સુધી ઉડી શકે છે. આ ડ્રોન 35,000 ફૂટની ઊંચાઈએ લાંબા અંતરના મિશન માટે બનાવવામાં આવ્યું છે. 

VIDEO: ઈરાને વધાર્યું ઈઝરાયલ-અમેરિકાનું ટેન્શન, બનાવ્યું 4000 કિમી દૂર સુધી ટાર્ગેટ કરતું શક્તિશાળી હથિયાર 2 - image

આ ડ્રોનમાં એવિઓનિક્સ સિસ્ટમનો સમાવેશ થાય છે, જેમાં ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ અને ઇન્ફ્રારેડ સેન્સર, લેસર રેન્જફાઇન્ડર અને સેટેલાઇટ કોમ્યુનિકેશન એન્ટેનાનો સમાવેશ થાય છે. તે 500 કિલોમીટરની ત્રિજ્યામાં દેખરેખ રાખી શકે છે અને સ્ટીલ્થ એરક્રાફ્ટને શોધી કાઢવામાં સક્ષમ છે.

આ પણ વાંચો: દુબઈથી અબુ ધાબી માત્ર 30 મિનિટમાં, 350 કિમી/કલાકની ઝડપે દોડશે ટ્રેન: જાણો ખાસિયત

MQ-9 રીપર ડ્રોન માટે અમેરિકાનો જવાબ શહીદ-149 

ઈરાનના આ હથિયારને કારણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ટેન્શનમાં આવી શકે છે. આ શહીદ-149 ડ્રોનની ડિઝાઇન અને તાકાત વિશે વાત કરીએ તો, તે અમેરિકન MQ-9 રીપર ડ્રોનની ટક્કરનું છે. આ ઉપરાંત, આ ડ્રોન ઈરાન જુના શહીદ-129 મોડલનું હાઈટેક વર્જન છે, જેમાં પેલોડ અને રેન્જનો વધારો કરાયો છે. 750 હોર્સપાવરના ટર્બોપ્રોપ એન્જિનથી સંચાલિત આ ડ્રોન વધુને વધુ 350 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પ્રાપ્ત કરી શકે છે. 

Tags :
IranShahed-149-Gaza-DroneIsraelUSA

Google News
Google News