ઈરાનની યુનિવર્સિટીમાં અંડરગાર્મેન્ટ્સમાં ફરતી યુવતી મામલે કોર્ટનો મોટો નિર્ણય, જાણો શું મળી સજા
Iran Court’s Order on Viral University Girl : ઈરાનની યુનિવર્સિટી કેમ્પસમાં કપડાં ઉતારીને અંડરગાર્મેન્ટ્સમાં ફરતી યુવતી આહાઉ દરાયએ પર ઈરાનની અદાલતે તેનો ચુકાદો આપ્યો છે. કોર્ટે વિદ્યાર્થીનીને કોર્ટમાંથી મુક્ત કરી દીધી છે. ઈરાનની કોર્ટે મંગળવારે (19 નવેમ્બર) આ મામલે પોતાનો ચુકાદો આપતા કહ્યું કે, તેહરાન યુનિવર્સિટીમાં અન્ડરવેર પહેરીને ફરતી વિદ્યાર્થીની સામે કોઈ કેસ દાખલ કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં મોટો આત્મઘાતી હુમલો: 17 સૈનિકોના મોત, 6 આતંકવાદીઓ ઠાર
કોર્ટે આ ચુકાદા પાછળ આપ્યું આ કારણ
કોર્ટે પોતાનો આ ચુકાદો આપવા પાછળનું કારણ આપતાં કહ્યું કે, વિદ્યાર્થિની આહાઉ દરાયએ બીમારીના કારણે આવું કર્યું હતું, તેથી તેની સામે કોઈ કેસ દાખલ ન કરી શકાય. ન્યાયતંત્રના પ્રવક્તા અસગર જહાંગીરે કહ્યું, 'વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી અને ડૉક્ટરોએ પુષ્ટિ કરી હતી કે તે બીમાર છે. આ વાતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થિનીને તેના પરિવારને સોંપવામાં આવી છે અને તેની સામે કોઈ ન્યાયિક કેસ નોંધવામાં આવ્યો નથી.
કોર્ટ સમક્ષ જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા, તેમાં વિદ્યાર્થીની પારિવારિક સમસ્યાઓના કારણે માનસિક રીતે સ્વસ્થ ન હતી. વિદ્યાર્થીની અને તેના સાથી વિદ્યાર્થીઓની અને નજીકના લોકોએ આ પહેલા પણ તેનામાં અસામાન્ય વ્યવહારના લક્ષણો જોયા હતા.
શું હતો સમગ્ર મામલો?
નવેમ્બર 2024ની શરૂઆતમાં ઈરાનમાં આહાઉ દરાયએ નામની વિદ્યાર્થીનીનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં વિદ્યાર્થીની તેહરાનની ઈસ્લામિક આઝાદ યુનિવર્સિટીમાં માત્ર અન્ડરગાર્મેન્ટમાં ફરતી જોવા મળી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ આ વીડિયોની દુનિયાભરમાં ચર્ચા થઈ હતી.
આ પણ વાંચો : VIDEO: ભૂસ્ખલન બાદ પહાડ નીચે નીકળ્યો અબજોનો ખજાનો, લૂંટવા માટે ઉમટી પડી ભીડ
હકીકતમાં વિદ્યાર્થીની આહાઉ દરાયએ યુનિવર્સિટી કેમ્પસમાં ઈસ્લામિક વસ્ત્રોનો વિરોધ કર્યો હતો. અને એ પછી યુનિવર્સિટીની સિક્યુરિટી દ્વારા વિદ્યાર્થીનીને હિંસક રુપથી અટકાવી હતી. જેના વિરોધમાં વિદ્યાર્થિનીએ કેમ્પસમાં જ પોતાના તમામ કપડાં ઉતારી દીધા હતા અને કેમ્પસમાં ફરીને વિરોધ શરૂ કર્યો હતો. ત્યાર બાદ વિદ્યાર્થીનીને કસ્ટડીમાં લેવામાં આવી હતી.