Get The App

ઈઝરાયેલનુ ટેન્શન વધ્યુ, ઈરાને બનાવી નવી હાયપરસોનિક મિસાઈલ

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
ઈઝરાયેલનુ ટેન્શન વધ્યુ, ઈરાને બનાવી નવી હાયપરસોનિક મિસાઈલ 1 - image

image : Twitter

તહેરાન,તા.20 નવેમ્બર 2023,સોમવાર

ઈઝરાયેલને પોતાનુ કટ્ટર દુશ્મન માનતુ ઈરાન પોતાની સૈન્ય ક્ષમતાઓમાં સતત વધારો કરી રહ્યુ છે. 

તાજેતરમાં તેણે પરમાણુ બોમ્બ લોન્ચ કરી શકે તેવા ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલનુ સફળ પરિક્ષણ કર્યુ હતુ અને તેની મદદથી એક સેટેલાઈટને પણ સ્પેસમાં મોકલ્યો હતો. હવે ઈરાને હાયપરસોનિક મિસાઈલ તૈયાર કરવાનો દાવો કરવાની સાથે સાથે કહ્યુ છે કે, આ મિસાઈલ ઈઝરાયેલને પણ ટાર્ગેટ કરી શકે છે. ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા ખામેનીએ આ મિસાઈલનુ નિરિક્ષણ કર્યુ છે. 

તેમણે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા સંચાલિત એક યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. જ્યાં સામાન્ય રીતે ઈરાન પોતાના હથિયારોના નમૂનાઓ રાખતુ હોય છે. સાથે સાથે અહીંયા નવી ટેકનોલોજી પર રિસર્ચ પણ થાય છે. 

યુનિવર્સિટીમાં સુપ્રીમ લીડર માટે એક પ્રદર્શનનુ આયોજન કરાયુ હતુ. જ્યાં હાયપરસોનિક મિસાઈલના વધારે સુધારેલા વર્ઝનને પણ પ્રદર્શિત કરવામાં આવ્યુ હતુ. સાથે સાથે આ પ્રદર્શનમાં મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તેમજ માનવ રહિત વિમાન, અન્ય એક મહેરાન નામની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને પણ રજૂ કરવામાં આવી હતી. 

ઈરાને જે નવી હાયપરસોનિક મિસાઈલ બનાવી છે તે અંગે દુનિયાને વધારે જાણકારી નથી મળી પણ એવુ અનુમાન છે કે, તેની મારક ક્ષમતા 2000 કિલોમીટર સુધીની છે. તેનુ અગાઉનુ વર્ઝન 1400 કિલોમીટર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતુ હતુ. આ મિસાઈલ પ્રતિ સેકન્ડ 5. 1 કિલોમીટરની ઝડપથી પોતાના ટાર્ગેટ તરફ આગળ વધી શકે છે. 


Google NewsGoogle News