ઈરાન સમર્થિત જૂથોએ અમેરિકી સૈનિકોને ઈરાકમાં બનાવ્યાં નિશાન, બેલિસ્ટિક મિસાઈલ વડે કર્યા હુમલા

આ હુમલાની યુએસ સેન્ટ્રલ કમાન્ડે માહિતી આપી છે

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
ઈરાન સમર્થિત જૂથોએ અમેરિકી સૈનિકોને ઈરાકમાં બનાવ્યાં નિશાન, બેલિસ્ટિક મિસાઈલ વડે કર્યા હુમલા 1 - image


Iran attack on us airbase in iraq : પશ્ચિમ ઈરાકમાં ઈરાન સમર્થિત આતંકવાદી જૂથોએ શનિવારે અમેરિકી સેનાના ઠેકાણા પર રોકેટ અને બેલિસ્ટિક મિસાઈલો વડે હુમલો કર્યો હતો, જેમાં ઘણા અમેરિકન સૈનિકો ઈજગ્રસ્ત થયા હતા. આ હુમલા અંગેની માહિતી યુએસ સેન્ટ્રલ કમાન્ડે આપી છે. અમેરિકી સેનાના જણાવ્યા અનુસાર ઘણા સૈનિકોને ગંભીર ઈજાઓ થઈ છે, જેની સારવાર કરવામાં આવી રહી છે. આ હુમલામાં એક સેવા કરનાર ઈરાકી સભ્ય પણ ઘાયલ થયો હતો.

મોટા ભાગની મિસાઈલોને નષ્ટ કરી નાખી : યુએસ સેન્ટ્રલ કમાન્ડ

યુએસ સેન્ટ્રલ કમાન્ડે (US Central Command) સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરતા લખ્યું હતું કે 20 જાન્યુઆરીએ સાંજે 6:30 વાગ્યે (સ્થાનિક સમય અનુસાર) પશ્ચિમ ઇરાકમાં અલ-અસદ એરબેઝ પર ઘણી બેલિસ્ટિક મિસાઇલો (multiple ballistic missiles) અને રોકેટ છોડવામાં આવી હતી, જો કે એર ડિફેન્સ સિસ્ટમ (air defense system) દ્વારા મોટાભાગની મિસાઈલોને હવામાં જ રોકીને નષ્ટ કરી નાખી હતી, જ્યારે કેટલીક મિસાઈલો એરબેઝ પર પડી હતી. હાલમાં નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે. આ હુમલામાં કેટલાક અમેરિકન સૈનિકોને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી.

સીરિયા પર ઈઝરાયેલના હુમલામાં 4 ઈરાની સૈનિકો માર્યા ગયા

સીરિયાની રાજધાની દમાસ્કસ (Damascus) પર ઈઝરાયેલના હુમલામાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડના ચાર સૈનિકો માર્યા ગયા હતા. મૃતકોમાં સીરિયન ફોર્સના ઇન્ફોર્મેશન યુનિટના પ્રમુખ પણ સામેલ હતા. આ હુમલા અંગે ઈરાને કહ્યું હતું કે માજેહ (Majeh)માં એક ઈમારત પણ ધ્વસ્ત થઈ ગઈ છે. હુમલામાં અન્ય પાંચમા મૃતકની ઓળખ થઈ નથી. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈરાને 'સોરાયા' સેટેલાઇટ લોન્ચ કરીને તેને અત્યાર સુધીની સૌથી ઊંચી કક્ષામાં મૂક્યો છે. આ તે કાર્યક્રમનો એક ભાગ છે જેમાં પશ્ચિમી દેશોએ અદ્યતન બેલેસ્ટિક મિસાઈલો બનાવવાની આશંકા વ્યક્ત કરી છે.

ઈરાન સમર્થિત જૂથોએ અમેરિકી સૈનિકોને ઈરાકમાં બનાવ્યાં નિશાન, બેલિસ્ટિક મિસાઈલ વડે કર્યા હુમલા 2 - image


Google NewsGoogle News