ભારતમાં રોકાણ કરવું લાભકારક છે, અમે મેઈક-ઈન-ઇન્ડિયા ને અનુસરશું પુતિન
- પ્રમુખ પુતિને નરેન્દ્ર મોદીની નીતિઓની પ્રશંસા કરી
- વડાપ્રધાન મોદી ઇન્ડિયા-ફર્સ્ટ નીતિને અનુસરે છે : રશિયન કંપની રોઝનફેટે ભારતમાં 20 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે
મોસ્કો : અહીં યોજાયેલી ઇન્ટરનેશનલ સમિટમાં બોલતાં પ્રમુખ પુતિને કહ્યું હતું કે, રશિયા ભારતમાં વિવિધ સ્થળોએ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટસ્ સ્થાપશે. તેઓએ વધુમાં કહ્યું, હું મોદીની ઇન્ડિયા ફર્સ્ટ નીતિનો પ્રશંસક છું તેમજ તેઓની મેઈક-ઈન-ઇંડીયા નીતિથી ઘણો પ્રભાવિત થયો છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથ ધરેલી નીતિઓને લીધે વિકાસ માટે સ્થિર વાતાવરણ પ્રસર્યું છે, તેને લીધે જ ભારત વિકાસ સાંધી શક્યું છે.
મેઈન-ઈન-ઈંડીયાની નીતિ અંગે આ પરિષદમાં બોલતાં તેઓએ કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મેઈક-ઈન-ઈન્ડિયા નામક એક કાર્યક્રમ છે. તે નીચે અમે ભારતમાં રોકાણ કરવા ઉત્સુક છીએ. આ રોકાણો અમે ભારતના વિવિધ વિસ્તારોમાં કરવાના છીએ. મહત્ત્વની વાત તે છે કે ભારતમાં કરાતાં રોકાણો લાભકર્તા બની રહ્યાં છે. તે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે પણ લાભકર્તા છે. મોટી કંપનીઓ દ્વારા ભારતમાં રોકાણોનો ઉલ્લેખ કરતાં પ્રમુખ પુતિને કહ્યું હતું કે તાજેતરમાં રશિયન રોઝનફેટે કંપનીએ ભારતમાં ૨૦ બિલિયન ડોલર્સનું રોકાણ કર્યું છે.
૧૫મી રશિયા કૉલિંગ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં તેઓ બ્રિક્સ તથા બ્રિક્સ + દેશોનાં પ્રદાનો પ્રશ્ને ધ્યાન દોર્યું હતું તેમજ જી-૨૦ દેશોમાં ભારતે કરેલાં પ્રદાનની પ્રશંસા કરતાં પુતિને જણાવ્યું હતું કે, તેથી ભારતની પ્રતિષ્ઠા ઘણી ઊંચી ગઈ છે તેમજ બ્રિક્સ પરિષદમાં અને જી-૨૦ પરિષદમાં સાઉથનો અવાજ નરેન્દ્ર મોદીએ ઉઠાવ્યો તેથી ભારત અને મોદી બંનેની પ્રતિભા ઊંચી ઊઠી છે.