PM નેતન્યાહૂ બરાબરના ફસાયા, પત્ની સામે તપાસના આદેશ, ભ્રષ્ટાચારના કેસમાં ઉત્પીડનનો આરોપ
Benjamin Netanyahu: ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂની પત્ની વિરુદ્ધ તપાસનો આદેશ જારી કરવામાં આવ્યો છે. ઈઝરાયલના એટર્ની જનરલે પોલીસને નેતન્યાહૂના પત્ની પર લાગેલા આરોપોની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે પીએમના પત્નીએ ભ્રષ્ટાચાર કેસની સુનાવણી દરમિયાન રાજકીય વિરોધીઓ અને સાક્ષીઓને પરેશાન કર્યા હતા.
ઇઝરાયલના ન્યાય મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી. સારા નેતન્યાહૂ સામે તપાસ થશે. મંત્રાલયે કહ્યું કે તાજેતરમાં એક રિપોર્ટ આવ્યો હતો જેમાં સારાહ નેતન્યાહૂ પર વિપક્ષને હેરાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હવે આ મામલે તેની સામે તપાસ થશે.
જાણો શું છે આરોપ
એવો આરોપ છે કે સારા નેતન્યાહૂની ભ્રષ્ટાચારના કેસોમાં જુબાની આપનારા લોકો અથવા વિપક્ષી પક્ષોના નેતાઓ વિરુદ્ધ પ્રદર્શન યોજવામાં ભૂમિકા હતી. આ બાબતે કેટલાક વોટ્સએપ મેસેજ પણ રજૂ કરવામાં આવ્યા છે. આમાંના એક મેસેજમાં, તેણે કહ્યું કે ટ્રાયલના મુખ્ય સાક્ષી, હાડાસ ક્લીનને ઘેરી લેવા જોઈએ અને તેની વિરુદ્ધ પ્રદર્શન થવું જોઈએ.
આ પણ વાંચો: પાકિસ્તાન-અફઘાનિસ્તાનની સરહદ પર તોપોની ગર્જના, TTPએ બદલો લીધો
ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે: નેતન્યાહૂ
જ્યારે ન્યાય મંત્રાલયે સારા નેતન્યાહૂ વિરુદ્ધ તપાસ શરૂ કરવાના મામલે હજુ સુધી કોઈ ઔપચારિક ટિપ્પણી કરી નથી, ત્યારે એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં બેન્જામિન નેતન્યાહૂ પોતાની પત્નીનો બચાવ કરતા જોવા મળે છે. નેતન્યાહૂ કહે છે કે મારી પત્ની અનેક પ્રકારના ચેરિટેબલ કાર્યો સાથે જોડાયેલી છે. તેમણે દેશ અને સમાજના ભલા માટે જ કામ કર્યું છે. આવી સ્થિતિમાં તેમના વિશે ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે.