''બાંગ્લાદેશમાં હિન્દુઓને બચાવવા હસ્તક્ષેપ કરો'' અમેરિકી સાંસદની બાયડેન વહીવટી તંત્રને દર્દભરી અપીલ
એન્ટની બ્લિન્કેને કહ્યું બાંગ્લાદેશમાં લઘુમતિઓને અત્યારે રક્ષણ આપવાની તમારી ફરજ પડી રહી છે
વૉશિંગ્ટન: બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર સતત ચાલી રહેલા અત્યાચારમાંથી તેઓને બચાવવા હસ્તક્ષેપ કરવાનો બાયડેન વહીવટી તંત્રને દર્દભરી અપીલ કરતા અમેરિકી કોંગ્રેસના સાંસદ શ્રી થાણેદારે બાંગ્લાદેશની તમામ લઘુમતિઓને નિર્વાસિતો તરીકેનું ટુંકા સમય પુરતું પણ સ્થાન આપવા વિનંતી કરી હતી.
અમેરિકાના હાઉસ ઓફ રીપ્રેઝનટેટિવ્ઝનાના સાંસદ શ્રી થાણેદારે બાંગ્લાદેશમાં 'વ્યવસ્થિત' રીતે હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારોનો ઉલ્લેખ કરતા વિદેશમંત્રી એન્ટની બિલન્કેનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે પુર્વ વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડયા પછી મુહમ્મદ યુસુસના નેતૃત્વ નીચે રચાયેલી વચગાળાની સરકાર સમયમાં પણ આ હુમલાઓ અટક્યા નથી. તે સંયોગોમાં અમેરિકાની ફરજ બને છે કે ત્યાં ચાલી રહેલા રમખાણો નાથવા તેની સરકાર તરફથી થઈ રહેલા પ્રયાસોને સહાય કરવી. બાયડેન વહીવટી તંત્રે બાંગ્લાદેશમાં રહેલા હિન્દુઓને અને અન્ય ધાર્મિક લઘુમતીઓને રક્ષણ માટે તમામ પગલા હાથ ધરવા. તેઓએ વધુમાં શુક્રવારે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ''મારા પોતાના મતવિસ્તાર અને રાજ્ય સહિત દુનિયાભરના લોકોએ આ હુમલાને વખોડી કાઢ્યા છે. જ્યારે મધ્ય વિરામ પછી કોંગ્રેસની બેઠક ફરી મળે ત્યારે આપણે બાંગ્લાદેશમાં હિન્દુઓ એ અન્ય લઘુમતિઓને રક્ષણ આપવાની બાંગ્લાદેશની નિષ્ફળતા અંગે વધુ માહિતી મેળવી શકીશું. પરંતુ આ કટોકટીના સમયે તેઓને બચાવવાની આપણી ફરજ બની રહે છે.''
જોકે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડાપ્રધાન અર્થશાસ્ત્રમાં નોબેલ-પ્રાઈઝ વિજેતા મુહમ્મદ યુનુસે દેશની તમામ લઘુમતિઓ હિન્દુ, ખ્રિસ્તી, શિખ, પારસી, યહુદીઓને પરના રક્ષણની ખાતરી આપી છે. તેમ છતાં તેઓનું રક્ષણ કરવું અતિમુશ્કેલ બની રહ્યું છે. મુળભુત રીતે શેખ હસીનાની સામે 'અનામત'ના મુદ્દે જાગેલો વિરોધ વંટોળ હવે ત્યાં કોમી દાવાનલમાં પલટાઈ ગયો છે.