અઢી દાયકામાં આ 10 દેશોમાં સૌથી વધુ હશે હિન્દુ, મુસ્લિમોની પણ વધશે વસ્તી, ખ્રિસ્તીઓ થશે ઓછા
ભારતમાં કુલ જનસંખ્યામાંથી 79 ટકાથી વધારે વસ્તી હિંદુઓની છે
2011ની વસ્તી ગણતરી પ્રમાણે નેપાળમાં લગભગ 81.3 ટકા હિંદુઓ હતા.
Image Twitter |
દુનિયાભરમાં વસ્તી વધારો ખૂબ ઝડપી વધી રહ્યો છે. એક સંશોધન પ્રમાણે અમેરિકામાં દર વર્ષે આશરે 20 હજાર લોકો ઈસ્લામ ધર્મ અપનાવે છે. તો અમેરિકી થિંક ટેંક પ્યૂ રિસર્ચ સેન્ટર દ્વારા વર્ષ 2015માં કરવામાં આવેલ એક સંશોધનમાં જાણવા મળ્યું કે, વર્ષ 2050 સુધી દુનિયામાં ધાર્મિક આબાદીમાં ખૂબ જ મોટુ પરિવર્તન આવશે. આ સંશોધનમાં ખ્રિસ્તી, ઈસ્લામ સાથે હિંદુ ધર્મનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સંશોધન દ્વારા એ સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે 2050 સુધીમાં કયા દેશમાં કયા ધર્મની વસ્તી સૌથી વધારે હશે.
ભારતમાં કુલ જનસંખ્યાના 79 ટકાથી વધારે વસ્તી હિન્દુઓની છે
સંશોધનમાં જાણવા મળ્યું કે 2050 માં હિંદુ ધર્મમાં માનનારા લોકોની વસ્તી પુરી દુનિયાની જનસંખ્યાની 15 ટકા પર પહોંચી શકે છે. ત્યાં સુધી ભારતમાં સૌથી વધુ ધાર્મિક વસ્તી હિંદુ ધર્મની હશે. એવું અનુમાન લગાવવામાં આવે છે કે, 2050 સુધી ભારતમાં હિંદુ વસ્તી એક અબજ 29 કરોડ 70 લાખ સુધી પહોંચી જશે. હાલમાં હિંદુ ધર્મના અનુયાયિઓની વસ્તી સૌથી વધારે છે. ભારતમાં કુલ જનસંખ્યાના 79 ટકાથી વધારે વસ્તી હિંદુઓની છે. હિંદુ વસ્તી મામલે ભારત પછી બીજા નંબરે નેપાળ છે. સંશોધનના સમયે નેપાળમાં હિંદુઓની વસ્તી 3.812 કરોડ હતી.
બે પાડોશી દેશોમાં હિન્દુઓની વધુ વસ્તી
2011ની વસ્તી ગણતરી પ્રમાણે નેપાળમાં લગભગ 81.3 ટકા હિંદુઓ હતા. આ પહેલા વર્ષ 2006 સુધી નેપાળ હિંદુ રાષ્ટ્ર કહેવાતું હતું. ત્યારબાદ નેપાળે પોતાને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે જાહેર કર્યું હતું. પરંતુ, હવે નેપાળમાં ધર્મ પરિવર્તનના ઘણા સમાચાર સાંભળવા મળે છે. આ ઉપરાંત, બાંગ્લાદેશ સૌથી વધુ હિંદુ વસ્તી ધરાવતો વિશ્વનો ત્રીજો દેશ છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે બાંગ્લાદેશમાં હિંદુઓની કુલ વસ્તી 8.96 ટકા છે. હાલમાં સમયમાં વસ્તીના મામેલ ભારત અને નેપાળ પછી બાંગ્લાદેશ દુનિયામાં ત્રીજા નંબરનો સૌથી મોટો હિંદુ વસ્તી ધરાવતો દેશ છે.
અમેરિકામાં વધશે હિંદુઓની વસ્તી
સંશોધન પ્રમાણે સૌથી વધારે હિંદુઓની વસ્તીવાળા દેશમાં અમેરિકા 5માં નંબર પર આવી શકે છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, કે 2050માં અમેરિકામાં 47.8 લાખ હિંદુ હશે. સંશોધન સમયે એટલે કે વર્ષ 2015માં અમેરિકામાં હિંદુઓની વસ્તી 22.3 લાખ થઈ ચુકી હતી.
મુસલમાનોની વસ્તી વધશે જ્યારે ખ્રિસ્તીઓની વસ્તી ઘટશે
સંશોધન પ્રમાણે 2050 સુધીમાં ઈન્ડોનેશિયામાં સૌથી વધારે હિંદુ મામલે 8માં નંબર પર પહોંચી જશે. સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, આગામી કેટલાક દાયકામાં દુનિયાભરમાં ખ્રિસ્તી ધર્મના લોકોની વસ્તી ઘટી જશે અને મુસ્લિમ વસ્તી દુનિયાભરમાં ઝડપથી વધી જશે.