Get The App

સુનીતા વિલિયમ્સ પર ખતરો ! રશિયન મૉડ્યૂલમાં લીકેજના કારણે સ્પેસ સ્ટેશનનું સંતુલન બગડ્યું, વિસ્ફોટનો ભય

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
સુનીતા વિલિયમ્સ પર ખતરો ! રશિયન મૉડ્યૂલમાં લીકેજના કારણે સ્પેસ સ્ટેશનનું સંતુલન બગડ્યું, વિસ્ફોટનો ભય 1 - image


International Space Station Is Leaking : અમેરિકાની સ્પેસ એજન્સી નાસા અને રશિયાની એજન્સી રૉસકૉસમૉસના પ્રોજેક્ટ હેઠળના ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં લીકેજની સમસ્યામાં વધારો થયો છે, જેના કારણે સુનીતા વિલિયમ્સ સહિત અન્ય અવકાશયાત્રીઓ પર સંકટ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સ્પેસ સ્ટેશનના રશિયન મૉડ્યૂલ PrKમાં લીકેજ થઈ રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે, આ મૉડ્યૂલ સાથે જ Zvezda સર્વિસ મૉડ્યૂલ આવેલું છે અને તે સ્પેસ સ્ટેશનને જોડે છે. 

અગાઉ લીકેજ સીલ કરાયું હતું, પણ કોઈ ફાયદો ન થયો

આ લીકની સમસ્યા 2019માં સામે આવી હતી અને તે અંગે અમેરિકા-રશિયા બંને જાણે છે. તેનો નિવેડો લાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, જોકે તેમ છતાં હજુ સુધી આ સમસ્યા ઉકેલાઈ શકી નથી. તેના કારણે સ્પેસ સ્ટેશન પર અનેક વખત ખતરો આવ્યો હતો. જે સ્થળે લીકેજ થયું છે, તેને સીલ પણ કરવામાં આવ્યું હતું, જોકે તેમ છતાં કોઈ ફાયદો થયો નથી. શરૂઆતમાં લીકેજમાંથી ઓછી હવા નીકળી હતી, હવે હવા નીકવામાં વધારો થયો છે, જેના કારણે મોટું સંકટ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ગંભીર સમસ્યા ઉકેલવા માટે અમેરિકા અને રશિયા પણ વિવાદ કરી રહ્યા છે.

આ પણ વાંચો : ખુલ્લા મેદાનમાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા રશિયન સૈનિકો, યુક્રેને કર્યો રોકેટ હુમલો, અનેકના મોત

‘જો લીકેજની સમસ્યા નહીં ઉકેલાય તો...’

લીકેજના સંકટને લઈને અમેરિકા અને રશિયા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જો આ સમસ્યાનો વહેલીતકે નિવેડો નહીં લાવવામાં આવે તો સ્પેસ સ્ટેશનમાં હાજર અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને અન્ય લોકો પર મુસીબત આવી શકે છે. નાસાએ તાજેતરમાં જ લીક અંગે રિપોર્ટ આપ્યો હતો, જેમાં જણાવાયું હતું કે, ‘લીકેજના કારણે સ્પેસ સ્ટેશન વર્ષ 2030 સુધીમાં કામ કરવાનું બંધ કરી દેશે.

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એડવાઈઝરી કમિટીના પ્રમુખ બૉબ કબાનાએ કહ્યું કે, આ લીકના કારણે સ્પેસ સ્ટેશન પર મોટું સંકટ આવી શકે છે.

લીકેજમાંથી હવા નીકળવાની ગતી વધી

નાસાએ કહ્યું કે, ‘લીકેજમાંથી દૈનિક 0.9થી 1.1 કિલોગ્રામ હવા નીકળી રહી છે, જેના કારણે સ્પેસ સ્ટેશનનું સંતુલન બગડી રહ્યું છે. આ વર્ષે એપ્રિલથી લીકેજમાંથી દૈનિક 1.7 કિલોગ્રામ હવા નીકળવાની શરૂ થઈ છે. જો તેને રિપેર કરવામાં નહીં આવે તો હવાની ગતી વધી શકે છે.

આ પણ વાંચો : ધ્વનિ કરતાં 10 ગણી ઝડપે જઈ શકતું રશિયાનું ખતરનાક 'ઑરેશ્નિક' મિસાઇલ

અવકાશયાત્રીને ધરતી પર લાવવા નાસાએ બનાવ્યો પ્લાન

નાસાએ  અવકાશયાત્રીઓને ધરતી પર લાવવા માટે SpaceXના ક્રૂ ડ્રૈગન કેપ્સૂલમાં એકસ્ટ્રા પેલેટ સીટ લગાવવાનો પ્લાન બનાવ્યો છે. નાસાના અવકાશયાત્રી માઈકલ બેરેટનું કહેવું છે કે, સ્પેસ સ્ટેશન ઘણું જૂનું થઈ ગયું છે. હવે સ્ટેશનના જુદા જુદા ભાગમાં તિરાડો પણ પડી શકે છે, તેમાં વિસ્ફોટ પણ થઈ શકે છે. સ્ટેશનનો વર્ષ 2030 સુધી ઉપયોગ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારબાદ તે ધરતીના વાયુમંડળમાં સળગીને નીચે પડી જશે.


Google NewsGoogle News