ગાઝામાં નરસંહાર રોકવા માટે ઈન્ટરનેશનલ કોર્ટે ઈઝરાયલને આપ્યો આદેશ, એક મહિનાનો આપ્યો સમય
Israel Hamas War : ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રની ઈન્ટરનેશનલ કોર્ટ (ICJ)એ એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. વર્લ્ડ કોર્ટે ઈઝરાયલને કહ્યું છે કે, તેઓ ગાઝાપટ્ટીમાં ઈઝરાયલના હુમલામાં થયેલા મોત અને નુકસાનનો હવાલો આપે અને કોઈપણ પ્રકારની ગંભીર ઈજા કે નુકસાનને રોકે.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, ઈઝરાયલ એ નક્કી કરે કે તેમની સેના ગાઝામાં નરસંહાર નહીં કરે અને ત્યાં માનવીય સ્થિતિમાં સુધારવાદી પગલા ભરે. તેની સાથે કોર્ટે ઈઝરાયલને આ મામલે એક મહિનામાં રિપોર્ટ આપવા કહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રની ઈન્ટરનેશનલ કોર્ટે ઈઝરાયલને ગાઝામાં નરસંહાર રોકવા અને આવી ગતિવિધિઓ ભડકાવનારાઓને સજા આપવા માટે કહ્યું છે. આ વાતની માહિતી રૉયટર્સે આપી છે. જોકે, APના રિપોર્ટ અનુસાર, સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ કોર્ટે ગાઝામાં યુદ્ધ વિરામનો આદેશ આપવાનો ઈનકાર કરી દીધો પરંતુ ઈઝરાયલને જાનમાલના નુકસાનને રોકવા માટે પ્રયાસ કરવા કહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ કોર્ટનું કહેવું છે કે, તેઓ ઈઝરાયલ પર ગાઝામાં નરસંહારનો આરોપ લગાવવા સંબંધી કેસને ફગાવશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, આફ્રિકા ઈઝરાયલ પર ગાઝાપટ્ટીમાં નરસંહારનો આરોપ લગાવતા સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ કોર્ટ સમક્ષ પહોંચ્યું હતું. આ અરજી પર સુનાવણી કરતા પોતાના નિર્ણયમાં આ આદેશ આપ્યો છે. દક્ષિણ આફ્રિકાએ કોર્ટને કોર્ટને અપીલ કરી હી કે તેઓ જલ્દીથી જલ્દી ઈઝરાયલના સૈન્ય અભિયાનોને રોકવાનો આદેશ આપે.